ETV Bharat / state

Video viral of Lions: અમરેલીના ઔદ્યોગિક એકમોમાં દેખાયા સિંહો, શિકાર ન મળતાં પરત ફર્યા

અમરેલીમાં ફરી એક વખત ઔદ્યોગિક એકમોમાં સિંહોએ દેખા દીધી હતી. અહીં શિકારની શોધમાં 5 સિંહ આવી ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

Video viral of Lions: અમરેલીના ઔદ્યોગિક એકમોમાં દેખાયા સિંહો, શિકાર ન મળતાં પરત ફર્યા
Video viral of Lions: અમરેલીના ઔદ્યોગિક એકમોમાં દેખાયા સિંહો, શિકાર ન મળતાં પરત ફર્યા
author img

By

Published : Feb 20, 2023, 7:12 PM IST

શિકારની શોધમાં સિંહો આવી પહોંચ્યા અમરેલી

અમરેલીઃ જિલ્લાના રાજુલાના કોવાયામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ફરી એક વખત સિંહો આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. અહીં આવેલા ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોના પાર્કિંગમાં રાત્રિના સમયે 5 જેટલા સિંહો શિકાર કરવાના ઈરાદે આવ્યા હતા, જે કેમેરામાં કેદ થયા હતા. પરંતુ શિકાર ન મળતા પાંચેય સિંહ શિકારની શોધમાં પરત રેવન્યૂ વિસ્તાર તરફ ફરતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Video Viral Amreli: રાત્રીના સમયે વનરાજાના આંટાફેરા, CCTVનો વીડિયો વાયરલ

રાજૂલાના ઔદ્યોગિક વિસ્તારમાં સિંહોની હાજરીઃ જિલ્લાનું રાજૂલા પંથક જેને બૃહદગીર તરીકે નવી ઓળખ મળી છે. આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં સિંહોના આંટાફેરાના બનાવો છેલ્લા ઘણા વર્ષોથી સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર એકસાથે 5 જેટલા સિંહો રાજુલા નજીક આવેલા ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોના પાર્કિંગમાં આંટાફેરા મારતા હોય તે પ્રકારના દ્રશ્યો કેદ થયા હતા.

સિંહોનો વીડિયો વાઈરલઃ ઔદ્યોગિક એકમોમાં સિંહોની હાજરીના કારણે અહીં કામ કરતા કર્મચારીની સાથે સાથે સિંહોની સુરક્ષા ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણો સમય પાંચેય સિંહે સિમેન્ટ ફેક્ટરીમાં પસાર કર્યા તેમ છતાં અંતે કોઈ શિકાર ન મળતા તમામ સિંહો ફરી એક વખત રેવન્યૂ વિસ્તારમાં પરત ફરતા જોવા મળ્યા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં આ વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ Amreli Lion Viral Video : રામપરા ગામમાં એકસાથે 8 સિંહોની લટાર, જુઓ વીડિયો

અગાઉ રાજુલા પંથકના ગામોમાં પણ દેખાયા હતા સિંહોઃ અગાઉ રાજુલા તાલુકાના મોટા ભાગના ગામોમાં સિંહની હાજરીના સમાચાર સતત પ્રાપ્ત થઈ રહ્યા હતા. થોડા દિવસ અગાઉ આંખલા પર સિંહોએ શિકાર કરવાને લઈને હુમલો કર્યો હતો, પરંતુ ખેડૂતની સમય સૂચકતા અને આખલાના પડકારની સામે સિંહોએ નમતું જોખવું પડ્યું હતું. બીજી તરફ રામપુર ગામમાં પણ કેટલાક સિંહો રાત્રિના સમયે શિકારની શોધમાં લટાર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સદનસીબે આ સિંહો ગામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર પરત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.