જૂનાગઢઃ આજે વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ (Vat Purnima 2022)થાય છે. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે વટની પૂજા કરીને ધાર્મિક રીતે વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ પૂજામાં ભાગ લીધો હતો. આજના દિવસે વટનુ પૂજન કરવાનુ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ વટમાં બ્રહ્મ દેવતા વિષ્ણુ અને દેવાધિદેવ શિવની સાથે સમગ્ર વટના વૃક્ષને માતા સરસ્વતીનું નિવાસ માનવામાં આવે છે તેને કારણે પણ આજના દિવસે વટની પૂજા(Vat Savitri Vrat 2022 gujarati ) કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ આપણા ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે, તે મુજબ આજે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વટનું પૂજન કરીને વટ સાવિત્રી વ્રતની પૂજા કરી હતી.
વટ સાવિત્રી વ્રતની આજે છે પૂર્ણાહુતિ - હિન્દુ ધાર્મિક પરંપરા અને માન્યતા મુજબ જેઠ માસની પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહૂતિ (Vat Savitri Purnima)થતી હોય છે. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી વ્રત જયેષ્ઠ સુદ તેરસથી શરૂઆત થતી હોય છે અને પૂનમના દિવસે ચંદ્ર દર્શન બાદ વટ સાવિત્રી વ્રત પૂર્ણ થતુ હોય છે. કેટલાક પ્રાંતમાં વટ સાવિત્રીનું વ્રત વૈશાખ વદ અમાસે પણ કરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી જયેષ્ઠ સુદ પૂર્ણિમાએ વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ પૂજા કરવામાં આવે છે તે મુજબ આજે વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પંડિતોની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Vat Savitri vrat 2021: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા કરી
આજના દિવસે વટની પૂજા કરવાનું શું છે ધાર્મિક મહત્વ - વટ સાવિત્રીના વ્રત સાથે સત્યવાન અને સાવિત્રીની પૌરાણિક કથા જોડાયેલી છે. પોતાના પતિનો મૃત્યુ થતા સાવિત્રીએ વટના વૃક્ષ નીચે બેસીને કઠોર તપશ્ચર્યા અને તપ દ્વારા દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન મેળવ્યા હતા તે પૈકી એક વરદાન રૂપે તેમણે તેમના પતિને નવ જીવન મળે તેવું વરદાન પ્રાપ્ત કર્યું હતું, અને મહાદેવે વરદાન આપતા જ સાવિત્રીનો મૃત પતિ સત્યવાનના સજીવન થયો હતો ત્યારથી વટ સાવિત્રીનું વ્રત કરવાની પરંપરા શરૂ થઇ હતી.
વટની પૂજા કરીને વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ - ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે વટના મૂળમાં બ્રહ્મદેવ થડના ભાગ પર શ્રીહરિ વિષ્ણુ અને ડાળીઓ તેમજ પર્ણોમાં દેવાધિદેવ મહાદેવનો વાસ હોય છે અને સમગ્ર વટનું વૃક્ષ આજના દિવસે માતા સરસ્વતીનું નિવાસ બને છે, જેથી આજના દિવસે વટનું પૂજન કરવાથી ત્રિદેવની પૂજન કરવાનું ધાર્મિક પુણ્ય મળે છે અને સાથે સાથે પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓને તેમના અખંડ સૌભાગ્યનું વરદાન પણ આજના દિવસે મળતું હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે જયેષ્ઠ સુદ પૂનમના દિવસે વટની પૂજા કરીને વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ કરે છે.
આ પણ વાંચોઃ Vat Savitri Vrat 2021 : પાટણમાં વ્રતની ઉજવણીમાં મહિલાઓ દ્વારા કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા
આજના દિવસે વટની ષોડશોપચાર પૂજાનું વિશેષ મહત્વ - જયેશ સુદ પૂર્ણિમાએ વટની ષોડશોપચાર પૂજા પણ વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. આજના દિવસે વટના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે. આજે વટની ષોડશોપચાર પૂજા કરવાથી પણ અખંડ સૌભાગ્ય સમૃદ્ધિ અને લાંબુ તેમજ આરોગ્ય પર દીર્ઘાયુષ્ય મળતું હોય છે. આજે જયેષ્ઠ સુદ પૂનમના દિવસે વટની ષોડશોપચાર પૂજા પણ કરવામાં આવે છે. આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા નમઃ વટાય નમઃ સાવિત્ર્ય અને નમઃ વૈવસ્વતાય મંત્રના જાપ કરવાથી પણ વિશેષ પુણ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે ચંદ્ર દર્શન બાદ ત્રણ દિવસ ચાલેલા વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ થાય છે, વટ સાવિત્રી વ્રતનો મહિમા મહાભારત સ્કંધ અને ભવિષ્ય પુરાણમાં પણ જોવા મળે છે.