બનાસકાઠા: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ દ્વારા જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. જ્યારે વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોભા ગામના પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, 'બટેગે તો કટેંગે' જેવું નિવેદન આપતા સરપંચે જાહેર મંચ પરથી માવજી પટેલને ઇશારો કર્યો હતો.
માવજી પટેલે ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ કરી: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને અપક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે વાવ તાલુકાના ટોભા ગામે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જ્યારે સભામાં પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે નિવેદન આપ્યું હતું કે, 'બટેગે તો કટેંગે'. જોકે જાહેર સભામાં ચૌધરી સમાજના સરપંચે જાહેર મંચ પરથી નિવેદન આપતા માવજી પટેલને ભાગમાં પડી જવા સમાજને ઈશારો કર્યો હતો. જોકે આ મામલે પૂર્વ સરપંચ ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, માવજી પટેલ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. બીજી બાજુ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં તમામ ચૌધરી સમાજ ભાજપને ટેકો આપ્યો છે. પરંતુ અપક્ષના ઉમેદવાર માવજી પટેલને પટેલ સમાજમાં ભાગલા કરવાનો ઇશારો કર્યો હતો. જ્યારે માવજી પટેલ સક્ષમ ઉમેદવાર હોય ભાજપ અને કોંગ્રેસને ઊંઘ હરામ કરી દીધી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી: જોકે બનાસકાઠાના વાવ વિધાન સભા પેટા ચૂંટણીને યોજાવવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ અને અપક્ષ દ્વારા અનેક આક્ષેપ બાજીઓમાં પ્રચાર-પ્રસારનું જોર ચલાવી રહ્યા છે. રાજકારણ બહુ ગરમાયું છે. કેવા પ્રકારનું રાજકારણ કરીએ તો આપણી જીત થાય એવી નીતિનું વાતાવરણ ઉભુ થયું છે. કોઈ ઉમેદવાર ચૂંટણીને કમોસમી ચૂંટણી ગણી રહ્યો છે. ત્યારે કોઈ 3 વર્ષ માટે અડાણી સીટ ગણાવી રહ્યું છે, કોઈ આડકતરી રીતે સમાજને સમજાવી રહ્યું છે. 'બટેંગે તો કટેંગે' જેવું આડકતરું ભાષણ ચાલુ થયું છે. પરંતુ વાવની ચૂંટણી વટની ચૂંટણી છે. કોનો વટ ચાલશે એતો આવનારો સમય બતાવશે.
આ પણ વાંચો: