ETV Bharat / state

રતન ટાટાને ભારત રત્ન ન મળ્યો તે અંગે રાષ્ટ્રીય માઈનોરીટી કમિશનના ઉપ-પ્રમુખએ દુ:ખ વ્યક્ત કર્યુ

નવસારીમાં સયાજી વૈભવ લાઇબ્રેરીમાં રતન ટાટાને યાદ કરવા શબ્દાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જ્યાં પારસી અગ્રણીએ રતન ટાટાને ભારત રત્ન ન આપવા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

રતન ટાટાને ભારત રત્ન ન મળ્યો તે અંગે રાષ્ટ્રીય માઈનોરીટી કમિશનના ઉપ-પ્રમુખએ દુ:ખ વ્યક્ત કર્યુ
રતન ટાટાને ભારત રત્ન ન મળ્યો તે અંગે રાષ્ટ્રીય માઈનોરીટી કમિશનના ઉપ-પ્રમુખએ દુ:ખ વ્યક્ત કર્યુ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 10:50 PM IST

નવસારી: રતન ટાટાની ચીર વિદાય દેશના એક દાનવીરની ખોટ દેશને કાયમ માટે યાદ રહેશે. રતન ટાટા એ પોતાના જીવન પર્યંત એક ઉદ્યોગપતિની સાથે એક મહામ માનવ તરીકે પોતાનું જીવન વિતાવ્યું છે. દેશભક્તિ હોય કે પછી માનવસેવા, જીવદયા જેવા સદગુણોથી ભરપૂર રતન ટાટા એ પોતાનું જીવન ઉદારતાથી જીવ્યું છે. નવસારી સાથે નાતો ધરાવતા ટાટા પરિવારના સપૂત રતન ટાટાને હયાતીમાં ભારત રત્ન મળ્યો નથી. પરંતુ તેમને માન આપવા માટે સરકારે ભારત રત્ન આપવો જોઈએ. તેવી માંગ રાષ્ટ્રીય માઈનોરીટી કમિશનના ઉપ-પ્રમુખ પારસી અગ્રણી કેરશીભાઈ દેબૂએ કરી છે.

રતન ટાટાને શબ્દાંજલિ કાર્યક્રમમાં યાદ કર્યા: ગુજરાતમાં જાણીતી નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે રતન ટાટાને શબ્દાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે સાંજે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ઉપપ્રમુખ કેરસી ડેબુએ સ્વ. રતન તાતાના જીવન વિશે વાંચકોને માહિતગાર કર્યા હતા. જેમાં તેમનું દર્દ છલકાયું હતું કે, વિશ્વ કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા રતન તાતાને જીવતા જીવ ભારત રત્ન આપવામાં આવ્યો હોય તો દેશ ખુશ થયો હોત. આટલા મોટા વ્યક્તિત્વને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ કરવાની ક્યાં જરૂર હતી.

રતન ટાટાને ભારત રત્ન ન મળ્યો તે અંગે રાષ્ટ્રીય માઈનોરીટી કમિશનના ઉપ-પ્રમુખએ દુ:ખ વ્યક્ત કર્યુ (Etv Bharat gujarat)

પારસી અગ્રણીએ દુ:ખ વ્યક્ત કર્યુ: દેશમાં પારસી સમુદાયનું નેતૃત્વ કરતા કેરસી દેબુ દિલ્હીમાં દેશમાં પારસીઓનો ઉત્થાન અને તેમની સંખ્યા વધે તે માટે સતત કાર્યશીલ છે, લઘુમતી સમુદાય માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે એક આયોગની રચના કરવામાં આવી છે. જેના ઉપપ્રમુખ પદે નવસારીના કેરસી ડેબુ કાર્યરત છે. ત્યારે તેઓ નવસારી આવી તેમણે જાણીતી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં સ્વર્ગીય રતન ટાટા વિશે જાણ્યા અજાણ્યા પ્રસંગો કહી રતન તાતાના વ્યક્તિત્વના ગુણોનું વર્ણન કર્યું હતું, જેમાં એક પારસી આગેવાન તરીકે તેમણે આડકતરી રીતે ભૂતકાળની તેમજ હાલની કેન્દ્ર સરકાર દ્વારા રતન ટાટાને હયાતીમાં ભારત રત્ન ન અપાયાનો રંજ વ્યક્ત કર્યો હતો.

ભારત સરકારે રતન ટાટાને ભારત રત્ન આપવો જોઇએ: પારસી અગ્રણી અને રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગના ઉપપ્રમુખે કેરસી ડેબુએ કહ્યું કે, આટલી મોટી વૈશ્વિક વ્યક્તિને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ ન કરવી જોઈએ. એવું તેમણે સ્ટેજ ઉપરથી કહ્યું હતું. પરંતુ તેમણે પાછળથી વાત વાળતા કહ્યું કે, ભારતના લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ તો અમારા દિલના રત્ન છે એટલે તેમને ભારત રત્ન આપો કે ન આપવો કોઈ ફરક પડતો નથી. જમશેદજી ટાટાને હયાતીમાં જ ભારત રત્ન મળી ગયો હતો પરંતુ રતન ટાટા ભારત રત્ન મેળવવાથી ચૂકી ગયા હતા. કેરસી ડેબુ જણાવે છે કે, પારસી સમાજ નવસારી સહિત સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે. જે પૈકી જમશેદજી ટાટાના અનુગામી રતન ટાટાએ પણ ટાટા ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું છે અને સમગ્ર દેશ રતન ટાટાને ભારતના રત્ન તરીકે જોઈ છે ત્યારે તેમને ભારત રત્ન આપવામાં જે કંજૂસાઈ કરવાની જરૂર ન હતી.

આ પણ વાંચો:

  1. શિયાળામાં રાખો શિયાળુ પાકનું ધ્યાન, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડાયરેક્ટરે શું કહ્યું જાણો ?
  2. 3 વર્ષમાં 4 કરોડથી વધુની મંદિરોમાં ચોરીનો કોંગ્રેસનો દાવો, મંદિરની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા કરી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.