- જૂનાગઢ-દેલવાડા મીટરગેજ ટ્રેન આજથી ફરી થશે શરૂ
- મીટરગેજ જુનાગઢથી ઉપડીને બપોરના એક વાગ્યાની આસપાસ પહોંચશે દેલવાડા સ્ટેશન
- જુનાગઢથી ઉપડીને દેલવાડા જતી ટ્રેન સાસણ, વિસાવદર, તાલાલા સહિત 17 સ્ટેશન પર ઉભી રહેશે
જુનાગઢઃ આવતી કાલથી જૂનાગઢ દેલવાડા ટ્રેન(Junagadh Delvada train) બે વર્ષના લાંબા વિરામ બાદ ફરી એક પ્રારંભ(Train Start in Junagadh) થશે. કોરોના સંક્રમણને કારણે વર્ષ 2019માં તમામ ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે જેને લઇને મોટા ભાગની ટ્રેનો પૂર્વવત બનતી જોવા મળી રહી છે. ત્યારે આજથી જૂનાગઢ (Express Train Junagadh)દેલવાડા વચ્ચે ચાલતી મીટર ગેજ ટ્રેન બે વર્ષના લાંબા વિરામ બાદ ફરી એક વખત શરૂ(junagadh delvada train restart) થઈ રહી છે.
એક ટ્રેન બંને તરફથી પ્રવાસી માટે ચાલતી જોવા મળશે
જૂનાગઢ દેલવાડા ટ્રેન સવારે 7:15 કલાકે જુનાગઢ સ્ટેશનથી(railway station junagadh) રવાના થઈને આ ટ્રેન 1:10 કલાકે દેલવાડા સ્ટેશન પર પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન દેલવાડાથી બપોરના 2:15 કલાકે રવાના થઈને જૂનાગઢ જંક્શન પર રાત્રીના 8:30 કલાકે પહોચશે. દિવસ દરમિયાન આ ટ્રેન એક વખત બંને તરફથી મુસાફરો(Train Start in Gujarat) માટે ચાલતી જોવા મળશે.
મીટર ગેઈજ ટ્રેનનું ભાડું એક્સપ્રેસ અને મેલના ભાડા બરાબર રાખવામાં આવ્યું છે
જુનાગઢ દેલવાડા મીટર ગેઈજ ટ્રેનનું ભાડું એક્સપ્રેસ અને મેલના સામાન્ય ભાડા બરાબર રાખવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આ લોકલ ટ્રેનને આજથી સ્પેશિયલ ટ્રેન(special train Travel) તરીકે શરૂ કરવાનુ રેલવે વિભાગે નક્કી કર્યું છે. તેને લઈને ભાવનગર રેલવે ડિવિઝન મેનેજર દ્વારા વિગતો આપવામાં આવી છે તે મુજબ આ ટ્રેન જુનાગઢથી ઉપડીને બીલખા, વિસાવદર, સાસણ, તાલાળા, જામવાળા, ગીર ગઢડા, ઉના અને દેલવાડા સહિત કુલ 17 જેટલા પૂર્વનિર્ધારિત સ્ટેશન પર મુસાફરો માટે ઊભી રહેશે. બે વર્ષ બાદ શરૂ થયેલી ટ્રેન મુસાફરોની સગવડતામાં(express train services in gujarat) વધારો કરશે. પરંતુ જે પ્રકારે ટ્રેનનું ભાડું એક્સપ્રેસ અને મેલ સમક્ષ(railway department in gujarat) રાખવામાં આવ્યું છે. તેને લઈને મુસાફરોમાં કચવાટ પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ રેલવે પ્રધાનની મોટી જાહેરાત, ટૂરિઝ્મને વધારવા માટે ચલાવવામાં આવશે 'ભારત ગૌરવ ટ્રેનો'
આ પણ વાંચોઃ સુરતના રાજમાર્ગો પર દોડશે સંયમ એક્સપ્રેસ ટ્રેન, પહોંચાડશે સંયમના સરનામે