- દિવાળીના તહેવારોના અંતિમ દિવસોમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો
- ગિરનાર રોપ-વેનો રોમાંચ અનુભવતા યાત્રિકો
- શાળા- કોલેજ શરૂ થયા બાદ યાત્રિકોની સંખ્યામાં આવી શકે છે ઘટાડો
જૂનાગઢઃ એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે હવે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર રોપ-વેની રોમાંચકારી સફરનો આનંદ લેવા માટે જૂનાગઢમાં જોવા મળી રહ્યા છે. ગત 24 તારીખે રાષ્ટ્રને સમર્પિત થયેલા એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે સાઈડ પર યાત્રિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારો પૂરા થવામાં છે. તો આગામી અઠવાડિયેથી વેકેશન પણ ખુલવા જઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર રોપ-વેની રોમાંચકારી સફરનો આનંદ લેવા માટે જૂનાગઢ આવી રહ્યા છે.
આગામી 23મી તારીખ બાદ યાત્રિકોની સંખ્યામાં આવી શકે છે ઘટાડો
કોરોના સંક્રમણને કારણે પાછલા આઠ મહિનાથી શાળા કોલેજો સહિત મોટાભાગના યાત્રાધામ સ્થળો બંધ જોવા મળતા હતા, તે હવે ધીરે ધીરે ખુલ્લા તરફ આગળ જઈ રહ્યા છે, આગામી ૨૩મી તારીખે શાળા અને કોલેજોનું વેકેશન પણ ખુલવા જઈ રહ્યું છે, ત્યારે એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેની મજા માણવા માટે લોકો વેકેશનના અંતિમ દિવસોમાં જૂનાગઢ આવી રહ્યા છે. 23 તારીખને સોમવારે વેકેશન ખુલી રહ્યું છે. જેના કારણે હાલ જે યાત્રીકો જૂનાગઢ તરફ જોવા મળી રહ્યા છે, તેમાં 23 તારીખ બાદ થોડો ઘટાડો આવશે તે વાત પણ ચોક્કસ છે.