જૂનાગઢઃ આજે રોઝ ડે ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણની અસર એક પછી એક દરેક ક્ષેત્રો પર જોવા મળી રહી છે. ત્યારે વાઇરસની અસર ફૂલોના રાજા ગુલાબ પર પણ જોવા મળી રહી છે અને લોકડાઉનથી લઈને અત્યાર સુધી ફૂલોની નિકાસ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઠપ્પ થયેલી જોવા મળી રહી છે. જેને કારણે ફૂલોની ખેતી કરતા ખેડૂતો આજે મુશ્કેલીભર્યા દિવસોમાં રોઝ દિવસની ઉજવણી કરી રહ્યાં છે.
આજે રોઝ ડેઃ ગુલાબની ખેતી કરતાં ખેડૂતો પર કોરોનાની માઠી અસર આજે ફૂલોના રાજા ગુલાબનો દિવસ છે. આજે રોઝ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણને કારણે મોટાભાગના રોજગાર ઠપ્પ થઈ ગયેલા જોવા મળે છે. જેમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો પણ સામેલ થયા છે. પાછલા માર્ચ મહિનાથી લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી ફુલોની ખેતી કરતા ખેડૂતો ખૂબ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક સમયે ફૂલોની લેવાલી હતી. બજારમાં ફૂલો મોં માગ્યા દામ પર વહેંચાઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા માર્ચ મહિનાથી લગાવવામાં આવેલા લોકડાઉન અને ત્યાર બાદ હજુ સુધી ધાર્મિક સામાજિક અને લગ્ન જેવા પ્રસંગો શરૂ થઈ શક્યા નથી જેને કારણે ફૂલોની ડિમાન્ડ બજારમાં ખૂબ જ ઘટી છે. ફૂલોનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ માંગ ઘટવાને કારણે તેની વિપરીત અસરો બજાર ભાવો પર જોવા મળી રહી છે.જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલોની ખેતી થાય છે. આ ખેડૂતો રાજ્યના મહાનગરો વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટના ફૂલના મોટા વેપારીઓ સાથે સીધો વેપાર ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં ફૂલો માટે કોઈ બજાર નથી પરંતુ મોટા વેપારીઓ મહાનગરમાં ફૂલના વેપાર સાથે સંકળાયેલા છે કે તેઓ સીધા ખેડૂતો પાસેથી તેમનો માલ ઘરબેઠા ખરીદે છે અને તે ટ્રાન્સપોર્ટેશન મારફત અમદાવાદ વડોદરા, સુરત અને રાજકોટ તરફ અહીંથી સીધો માલ મોકલવામાં આવે છે. પરંતુ કોરોનાને લઈ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ સમયમાં ફૂલોની નિકાસ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઠપ્પ થયેલી જોવા મળે છે. જેને કારણે ફૂલોનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને બજાર ભાવો મળતા નથી. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.લોકડાઉન પહેલા એક કિલો ગુલાબનો ભાવ 200 થી લઇને 300 રૂપિયા સુધી મળતો હતો. આવા સર્વોત્તમ ભાવ મળવાને કારણે ફુલોની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળતા હતા. પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં આવતા ફુલોની ડિમાન્ડ ઘટી જવા પામી છે. જેને કારણે જે ગુલાબના ફૂલ આજથી પાંચ મહિના પહેલા 300 રૂપિયે પ્રતિ કિલો વહેચાતા હતા તે ગુલાબ આજે સો રૂપિયા પ્રતિ કિલો પડતર ભાવે પણ વેપારીઓ ખરીદી નથી કરી રહ્યા. જેને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ફૂલની ખેતી મુશ્કેલી ભરી છે આવા સમયમાં ફૂલને ઉતારવા તે પણ અત્યંત જરૂરી છે. ગુલાબ જેવા ફૂલને 24 કલાક કરતાં વધુ સમય સાચવી રાખવા તે વધુ કઠિન છે. આવી પરિસ્થિતિમાં દરરોજ ફૂલોનું ઉત્પાદન થાય છે પરંતુ લેવાલી અને ઘરાકી નહીં હોવાને કારણે આ ફૂલ ખેતરમાં જ પડ્યા પડ્યા કરમાઈ જાય છે.