- અમદાવાદની આયેશા બાદ વંથલીના રમેશે પણ આત્મહત્યા કરતા પૂર્વે વીડિયો બનાવ્યો
- ભાગીદારે મહેનતાણાના રૂપિયા નહીં આપતા કરી આત્મહત્યા
- વંથલી પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો કર્યા ગતિમાન
જૂનાગઢઃ અમદાવાદમાં થોડા દિવસો પહેલા આયશા નામની યુવતીએ વીડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કરીને આત્મહત્યા કરી હતી, ત્યારે જૂનાગઢના વંથલીમાં પણ આવી જ ઘટના સામે આવી છે. વંથલીના રમેશ નામના યુવકે ઓજત ડેમમા જંપલાવીને જીવતર ટુંકાવ્યું છે. અમદાવાદની આયેશાએ સામાજિક દુષણો સામે જીક નહીં ઝીલી શકતા હસતે મોઢે મોતને વાલુ કરતી હોય તે પ્રકારે વીડિયો બનાવીને તેમના પરિવારજન અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો, એ જ પ્રકારે વંથલીના રમેશે પણ વીડિયો બનાવી આત્મહત્યા કરી હતી.
રમેશે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ઓજત ડેમમાં આત્મહત્યા કરી
વંથલીનો આ યુવક આર્થિક અસમાનતાનો ભોગ બન્યો હતો અને પોતાના મહેનતાણાની મહેનતની રકમ આપવાની આનાકાની કરતા સંજય પાસે રમેશ રૂપિયા માગતા તેણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગરીબ પરિવારનો રમેશે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ઓજત ડેમમાં આત્મહત્યા કરી હતી. આયેશાએ સામાજિક વ્યવસ્થા સામે હાર માનીને જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે રમેશે આર્થિક અસમાનતા સામે જીક નહીં જોઈ શકવાને કારણે પોતાની જાતને ડેમમાં જળમગ્ન કરીને જીવનનો અંત આણ્યો હતો.
આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
મહેનતાણાના બે લાખ રૂપિયા નહીં આપતા આત્મહત્યા કરી
વંથલીનો રમેશ વાણવી સંજય માકડીયા સાથે પાઈપ લાઇનના કામમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કામ કરી રહ્યો હતો, ત્યારે રમેશે પોતાના મહેનતાણાના બે લાખ રૂપિયા સંજય પાસેથી માગતા સંજયે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી ગરીબ પરિવારનો રમેશ ખૂબ જ માનસિક તાણમાં આવી ગયો હતો અને પોતાના જીવનનો અંત લાવવા માટે મજબુર બની ગયો હતો. જેથી રમેશે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે. રમેશના પરિવારજનોએ રમેશને આત્મહત્યા કરવા માટે મજબુર કરનારા સંજયને આકરી સજા થાય તેવી માગ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી આરોપી સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરી રહી છે. અમદાવાદની આયેશા હોય કે વંથલીનો રમેશ હોય આવી ઘટના ઘટે તે આપણી નિષ્ફળતા સાબિત કરી આપે છે. અમદાવાદની આયેશાએ હૃદયમાં જે પ્રકારે કંપારી છૂટી જાય તે પ્રકારે હસતા મોઢે મોતને વહાલું કરી લીધું તો વંથલીના રમેશે ધસમસતા પાણીના પ્રવાહમાં જીવને જાણે કે તરતો મૂકીને સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો અઘરો અને હૃદયને ઢંઢોળી નાખે તેવો નિર્ણય કર્યો હતો.