- જૂનાગઢ જિલ્લાની શાપુર બેઠક પર કોણ કરશે રાજ
- આ બેઠક પર પ્રાથમિક સુવીધાનો અભાવ
- શાપુર બેઠક પર મતદારોએ આપ્યો અભિપ્રાય
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આગામી 28 તારીખને રવિવારના રોજ યાજાવાની છે. ત્યારે ETV ભારતે જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 પૈકી એક શાપુર બેઠક પર મતદારોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. મતદારોએ જે ઉમેદવારો તેમના વિસ્તારના વિકાસને પ્રાથમિકતા અને પ્રાધાન્ય આપશે તેવા ઉમેદવારને ચૂંટીને જૂનાગઢ જિલ્લા પંચાયતમાં મોકલવાનુ મન બનાવી લિધુ હોય તેવુ લાગી રહ્યુ છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન બમ્પર બહુમતી સાથે સ્થપાયું હતું
ગત વખતે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન બમ્પર બહુમતી સાથે સ્થપાયું હતું, ત્યારે શાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજય બનવામાં સફળ રહ્યા હતા, તેમણે ભાજપના ઉમેદવારને મહાત આપી હતી, પરંતુ આ વર્ષે ચૂંટણીનું ચિત્ર બિલકુલ ઊલટુ જોવા મળી રહ્યું છે. જે ઉમેદવાર ગત વર્ષે ભાજપના ઉમેદવાર હતા, તે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર બનીને ભાજપની નિષ્ફળતાને લઈને મત માગી રહ્યા છે, તેમજ ગત વખતે જે કોંગ્રેસના ઉમેદવાર હતાં, તે આ વર્ષે કોંગ્રેસના કરેલા કામોને આગળ ધરીને ભાજપ માટે શાપુર જિલ્લા પંચાયતની સીટ પર મત માગતાં જોવા મળશે.
વિસ્તારમાં પીવાનું પાણીની સમસ્યા
શાપુર જિલ્લા પંચાયતની સીટ નીચે આવતા વિસ્તારમાં પીવાનું પાણી, ગામડાઓને તાલુકા મથક અને અન્ય મોટા શહેરો સાથે માર્ગ વ્યવહારથી જોડે તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર કરે તેવા ઉમેદવારને પસંદ કરવાની પ્રાથમિકતા મતદારો આપી રહ્યા છે. વર્ષો પહેલા શાપુર રેલવેનું જંકશન હતું, જે સમય રહેતાં બંધ થઈ ગયું હતું, ત્યારે ફરી શાપુરને રેલવે જંકશન બનાવીને અહીંથી પસાર થતી તેમજ અન્ય રાજ્યોના મહાનગરોને જોડતી રેલવે સેવા સાથે શાપુરને સાંકડી લે તેવા ઉમેદવારને આ વર્ષે જૂનાગઢ જિલ્લા પંચાયતની શાપુર બેઠક પરથી મોકલવાનું મન પંચાયતમાં મતદાન કરવા માટે જઈ રહેલા મતદારોએ બનાવી લીધું હોય તેવો સ્પષ્ટ અભિપ્રાય મતદારોએ આપ્યો હતો.