ETV Bharat / state

કેશોદ નગરપાલિકાનુ 50 કરોડની પુરાંતવાળુ પ્રથમ બજેટ રજૂ થયું

નવ રચિત કેશોદ નગરપાલિકાનુ 50 કરોડને પુરાંતવાળુ બજેટ મંગળવારના રોજ સર્વાનુમતે રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં નગરપાલિકાની નવી કચેરી ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ ગટર અને પ્રમુખ માટે 17 લાખ રૂપિયાના ખર્ચે નવા વાહન ખરીદીની દરખાસ્તને બહુમતીથી બહાલી આપવામાં આવી હતી.

કેશોદ નગરપાલિકા
કેશોદ નગરપાલિકા
author img

By

Published : Mar 30, 2021, 7:44 PM IST

  • નવ રચિત કેશોદ નગરપાલિકાનો 50 કરોડનો પુરાંતવાળુ બજેટ કરાયું રજૂ
  • શહેરમાં બાગ બગીચા ફિલ્ટર પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર માટે થયું આયોજન
  • પ્રથમ જનરલ બોર્ડમાં પાલિકા પ્રમુખ માટે 17 લાખના ખર્ચે નવા વાહનની ખરીદીને અપાઈ બહાલી

જૂનાગઢ : નવરચિત કેશોદ નગરપાલિકાનું મંગળવારના રોજ વર્ષ 2021/22નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાનેથી 50 કરોડની પુરાંતવાળુ વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બજેટમાં કેશોદ નગરપાલિકાની નવી કચેરીના નિર્માણથી સાથે રાણેકપરામાં પાણીના નવા ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની સાથે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંબાવાડીમાં બાગ બગીચાઓ માટે પણ કેટલીક રકમ પાલિકાના પ્રથમ જનરલ બોર્ડમાં ફાળવવામાં આવી છે.

કેશોદ નગરપાલિકાનુ 50 કરોડની પુરાંતવાળુ પ્રથમ બજેટ રજૂ થયું

આ પણ વાંચો - પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

પ્રથમ જનરલ બોર્ડમાં પ્રમુખ માટે નવા વાહનની ખરીદી માટે કરાઈ ફાળવણી

મંગળવારના રોજ કેશોદ નગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને પ્રાધાન્ય આપતુ બજેટ રજૂ કર્યાનો દાવો નગરપાલિકામાં સત્તા સ્થાને બેઠેલા કોર્પોરેટર્સ કર્યો હતો. આ જનરલ બોર્ડમાં કેશોદ નગરપાલિકાના નવા પ્રમુખ માટે 17 લાખ રૂપિયાના ખર્ચે નવી કાર ખરીદવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી, ત્યારે વિરોધમાં બેઠેલી કોંગ્રેસે ભૂગર્ભ ગટર અને કેશોદ નગરપાલિકામાં મિલકત વેરો નહીં વધારવાની પોતાની રજૂઆત જનરલ બોર્ડમાં કરી હતી, પરંતુ કોઇ અંતિમ નિર્ણય થાય તે પહેલા જ બજેટ બેઠક પૂર્ણ થઇ હતી.

આ પણ વાંચો - બારડોલી નગરપાલિકાનું 74 કરોડનું બજેટ માત્ર જ 1 મિનિટમાં મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.