અરવલ્લી જિલ્લાના મોડાસામાં દલિત યુવતી પર થયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના પડઘા રાજ્યભરમાં જોવા મળી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં દલિત યુવાનોએ ઘટના અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂનાગઢના દલિત યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને જલ્દી ફાંસીની સજા આપવા માગ કરી હતી.
યુવાનોએ શહેરના આંબેડકર ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો સાથે વિરોધ પ્રદર્શ કરી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી હતી. યુવાનોએ બેનરો સાથે વિરોધ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.