ETV Bharat / state

જૂનાગઢનો બહારવટિયો "કાદુ મકરાણી", જેણે જૂનાગઢથી લઈ કરાચી સુધી લોકોના "નાક" કાપ્યા - BARVATIYO KADU MAKRANI

સોરઠનો ઇતિહાસ બહારવટા સાથે જોડાયેલો છે. આવો જ એક બહારવટિયો એટલે "કાદુ મકરાણી". જાણો કાદુ મકરાણીના બહારવટાનો અજાણ્યો ઈતિહાસ...

જૂનાગઢનો બહારવટિયો "કાદુ મકરાણી"
જૂનાગઢનો બહારવટિયો "કાદુ મકરાણી" (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 18 hours ago

જૂનાગઢ : સોરઠનો ઇતિહાસ બહારવટા સાથે જોડાયેલો છે. આજે પણ બહારવટા ખેલનાર બહારવટિયાઓને એટલા જ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. ઘટના છે વર્ષ 1885 ની, આ સમય દરમિયાન જૂનાગઢનો બહારવટિયો કાદુ મકરાણી લોકોના નાક કાપી લેતો. આવા ભયાવહ ત્રાસ વચ્ચે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા ત્રિભુવનદાસ શાહ કાદુએ કાપેલા નાકને જોડીને લોક સેવા કરતા હતા. જાણો કાદુ મકરાણી અને ડોક્ટર ત્રિભુવનદાસ શાહનો ઇતિહાસ...

જૂનાગઢનો બહારવટિયો "કાદુ મકરાણી": જૂનાગઢનો ઈતિહાસ બહારવટિયાઓ સાથે જોડાયેલો છે. વર્ષ 1885 માં જૂનાગઢ રાજ્ય સાથે કોઈ પ્રશ્નોને લઈને વાંધો ઊભો થતા ઈણાજ ગામના મકરાણી પરિવારના કાદર બક્ષ મકરાણીએ જૂનાગઢ રાજ્ય સામે બહારવટે ચડીને જંગ પોકાર્યો હતો. કાદુ મકરાણીના સમયમાં સમગ્ર સોરઠ પંથકમાં એવી લોકવાયકા હતી કે "એક ગામ ભાંગે તે સાધુ અને બે ગામ ભાંગે એ કાદુ" આવા જલાટ બહારવટિયાનો ઇતિહાસ આજે પણ જૂનાગઢમાં લોકમુખે છે.

હરીશ દેસાઈ ઇતિહાસકાર, જુનાગઢ (ETV Bharat Gujarat)

"એક ગામ ભાંગે તે સાધુ અને બે ગામ ભાંગે એ કાદુ"

કાદુ મકરાણી બહારવટે ચડીને ગામોને ભાંગતો હતો. આવા સમયે ગામમાં જે લોકો તેના હાથે આવી જાય તેને કતાર બંધ ઊભા રાખીને તમામના નાક કાપી અને પોતે આ ગામ ભાંગ્યું છે તેનો પુરાવો છોડતો જતો હતો.

"પ્લાસ્ટિક સર્જન" ડોક્ટર ત્રિભુવનદાસ શાહ :

વર્ષ 1885 માં જ્યારે સમગ્ર પંથકમાં કાદુ મકરાણીનો દબદબો હતો. આવા જ સમયે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતા ત્રિભુવનદાસ મોતીચંદ શાહ નામના તબીબ પણ આટલા જ પ્રખ્યાત હતા. કાદુ મકરાણી જે વ્યક્તિનું નાક કાપે તે વ્યક્તિ કપાયેલુ નાક લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચતો. અહીં ડોક્ટર ત્રિભુવનદાસ શાહ સર્જરી કરી નાકને જોડતા હતા. આમ કાદુ મકરાણીની માફક જ ત્રિભુવનદાસ શાહ પણ લોકમુખે ચર્ચાતા વ્યક્તિ હતા.

"કાદુ નાક કાપે, ડોક્ટર શાહ તેને જોડે"

ત્રિભુવનદાસ શાહની આ લોક ચાહનાને કારણે જ તેમને જૂનાગઢ રાજ્યની પ્રથમ લોટરીના સંયોજક તરીકે પણ રાખવામાં આવ્યા હતા. તેમના નિરીક્ષણ નીચે જૂનાગઢની પ્રથમ લોટરી પૂર્ણ થઈ હતી. જેમાંથી જૂનાગઢ રાજ્યને લાખોની આવક પણ થઈ હતી.

ડોક્ટર ત્રિભુવનદાસ શાહ
ડોક્ટર ત્રિભુવનદાસ શાહ (ETV Bharat Gujarat)

કાદુ મકરાણીના બહારવટાનો ઇતિહાસ : વર્ષ 1859 માં સોરઠ પંથકના પાટણ મહાલના તાબાના ઈણાજ ગામના લોકો અને જૂનાગઢ રાજ્ય વચ્ચે કેટલાક મતભેદોને લઈને ભીષણ ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક ગામ લોકો અને પોલીસ સેવકોના મોત પણ થયા હતા. આ ઘટનાએ કાદર બક્ષ મકરાણીને જન્મ આપ્યો. જૂનાગઢ રાજ્ય સામે બહારવટે ચડેલા કાદર બક્ષ મકરાણી અને તેના અન્ય સાથીદારો અલાદાદ દિન મોહમ્મદ અને બાવન નામના વ્યક્તિઓએ 16 જાન્યુઆરી 1885 ના દિવસે બીજ ગામના સરકારી સવાર કબીરખા અને બડા મિયાની હત્યા કરી હતી.

કાદુ મકરાણી અને તેમના સાથીદારોએ સમગ્ર સોરઠ પંથકમાં હાહાકાર મચાવી દીધો હતો. જેને ધ્યાને રાખીને બ્રિટિશ અધિકારી કર્નલ હંફીને કાદુ મકરાણી અને તેના સાથીદારોને પકડવા માટેની જવાબદારી સાથે ટીમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ રાજ્ય અને બ્રિટિશ પોલીસના અસફળ પ્રયાસ : કાદુ મકરાણીને પકડવા માટે જૂનાગઢ રાજ્ય અને બ્રિટિશ પોલીસ કામે લાગી હતી. જેમાં કાદુ મકરાણીને જંગલમાં આશરો લેવો પણ ખૂબ મુશ્કેલ બની ગયો હતો. જેથી કાદુ મકરાણીની બહેન જીલેખાએ કાદુ મકરાણી અને અલ્લાહ દાદને દીવ સુધી દરિયાઈ માર્ગે જવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાંથી દમણ પહોંચેલા કાદુ મકરાણી અને તેના સાથી અલાદાદ રેલવે માર્ગે સાધુના વેશમાં કરાચી પહોંચી ગયા હતા. તો બીજી તરફ કાદુની બહેન જીલેખા અને દિન મહમદ મુંબઈ પહોંચી ગયા હતા. જેની મુંબઈ પોલીસે અટકાયત કરી હતી.

કરાચીમાં પણ "કાદુ"ની બોલબાલા : સુરતથી દરિયાઈ માર્ગે ભાગીને દમણ પહોંચેલા કાદુ મકરાણી રેલવે માર્ગે કરાચી પહોંચ્યો. આ સમયે પણ કાદુની બોલબાલા એટલી જ ભયાનક હતી. કરાચી પહોંચેલા કાદુ મકરાણી અને તેના સાથીદાર અલા દાદની પોલીસ સાથે અથડામણ થઈ હતી. અહીં કાદુ મકરાણીએ બે પોલીસની હત્યા કરી અને અન્ય કેટલાકને ઘાયલ કર્યા હતા. બાદમાં કરાચી પોલીસે કાદુ મકરાણીની અટકાયત કરી અને તેના પર હત્યાનો ગુનો સાબિત થયો.

કાદુ મકરાણીના બહારવટાનો અંત : કાદુ મકરાણી અને તેના સાથીદાર અલાદાદને 1887 માં કરાચીમાં ફાંસી આપવામાં આવી. આ સાથે કાદુ મકરાણીના બહારવટાનો અંત થયો હતો. તો મુંબઈ પોલીસની પકડમાં રહેલા દિન મહંમદ પર હત્યાના આરોપ સાબિત થતા તેને મુંબઈમાં ફાંસી આપવામાં આવી હતી.

કાદુ મકરાણી અને તેના સાથીદારો પર ઇનામ :

જૂનાગઢ રાજ્ય સામે બહારવટે ચડેલા બહારવટિયા કાદર બક્ષ મકરાણી ઉર્ફે કાદુ મકરાણી અને તેના સાથીદારોના સતત વધતા જતા ત્રાસને કારણે જે તે સમયે જૂનાગઢ રાજ્યની સરકાર દ્વારા કાદુ મકરાણીની સાથે તેના સાથીદારો અલાદાદ દિન મહંમદ અને બાવનને જીવતા અથવા તો મરેલા પકડી પાડવા માટે 3,000 રૂપિયા રોકડા અને બે સાતી જમીન આપવાનું ઇનામ જાહેર કર્યું હતું.

આ સિવાય અન્ય ત્રણ આરોપીને જીવતા અથવા તો મરેલા પકડી પાડવાના બદલામાં જૂનાગઢની સરકાર દ્વારા બે સાતી જમીન આપવાની સાથે અલાદાદ અને દીનમહંમદને પકડનાર વ્યક્તિને રોકડા 2,000 અને બાવનને પકડનાર વ્યક્તિને રોકડા 1,000 આપવાનું ઇનામ 25, ઓક્ટોબર 1886 ના દિવસે જાહેર કર્યું હતું. તેમ છતાં કાદુ મકરાણી અને તેના સાથીદારોને કોઈ પણ વ્યક્તિ જીવતા કે મરેલા પકડી પાડવામાં અસફળ રહ્યા હતા.

  1. બાર ગામે પહેરવેશ પણ બદલાય, સોરઠની વિવિધ જ્ઞાતિઓના પરંપરાગત પોશાકો
  2. સોરઠ પંથકમાં સીતાફળનું અનેરુ માન, ચાલુ વર્ષે સીતાફળની મીઠાશ ફીક્કી પડશે ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.