ETV Bharat / state

કોરોના સામેની લડાઈમાં હવે ધર્મયુદ્ધ પણ જોડાયું, 108 દિવસ સુધી ચાલશે હનુમાન ચાલીસાના પાઠ

દત્ત અને દાતારની ભૂમિમાં કોરોના સામે ધર્મયુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે. ભવનાથમાં આવેલી લક્ષ્મણ ટેકરીની જગ્યામાં આગામી એકસો આઠ દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક અંતર રાખીને પંડિતો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવી રહ્યું છે

કોરોના સામેની લડાઈમાં હવે ધર્મયુદ્ધ પણ જોડાયુ

author img

By

Published : May 7, 2020, 10:56 AM IST

જૂનાગઢ : દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં કોરોના સંક્રમિત કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બન્ને સંક્રમિત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યારે ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં હવે કોઇ વધારો ન થાય તેને લઈને ભવનાથમાં આવેલી લક્ષ્મણ ટેકરીની જગ્યામાં ધર્મ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના સામેની લડાઈમાં હવે ધર્મયુદ્ધ પણ જોડાયુ
છેલ્લા 42 દિવસ સુધી કોરોના સામેની લડાઈ કરીને વિજેતા રહેલા જૂનાગઢમાં ૪૩મા દિવસે બે કેસ પોઝિટિવ આવતા રાજસત્તાની સાથે ધર્મ સત્તા પણ ખળભળી ઉઠી હતી, ત્યારે કોરોનાને મ્હાત આપવા માટે ભવનાથ પરિક્ષેત્રમાં આવેલી લક્ષ્મણ ટેકરીની જગ્યામાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંડિતો દ્વારા હનુમાન ચાલીસાના સતત અને અવિરત પાઠ કરવામાં આવી રહ્યા છે.જગ્યાના મહંત હરિરામ બાપુની નિશ્રામાં આગામી એકસો આઠ દિવસ સુધી પંડિતો દ્વારા સતત હનુમાન ચાલીસાના પાઠ કરીને ભારત વર્ષની સાથે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાઇરસને મુક્તિ મળે તે માટે ધાર્મિક વિધિ વિધાન સાથે ચાલીસાના પાઠ કરીને કોરોનાથી મુક્તિ માટે ધાર્મિક લડાઈ જૂનાગઢ લડશે. જેમાં ગિરનારી મહારાજ તેને ચોક્કસ સફળતા પણ અપાવશે તેવો વિશ્વાસ જગ્યાના મહંત હરીરામ બાપુએ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.