ETV Bharat / state

ભવનાથના મેળાને ગણતરીની કલાકો બાકી, ગિરિ તળેટી બની રહી છે શિવમય

આગામી સોમવારથી મહાશિવરાત્રી મેળાનો જૂનાગઢની ગિરિ તળેટીમાં શુભ આરંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને હવે ગિર તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું આગમન સમગ્ર દેશમાંથી થઈ રહ્યું છે. જેને લઇને ગિરિ તળેટીમાં સમગ્ર માહોલ ભગવાન શિવમય બનતો જોવા મળી રહ્યો છે.

ભવનાથના મેળાને ગણતરીની કલાકો બાકી
ભવનાથના મેળાને ગણતરીની કલાકો બાકી
author img

By

Published : Feb 15, 2020, 3:07 PM IST

જૂનાગઢ : આગામી સોમવાર અને 17 તારીખથી જૂનાગઢની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી સોમવાર અને નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળશે.

ભવનાથના મેળાને ગણતરીની કલાકો બાકી
શિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે અને સમગ્ર મેળા દરમિયાન નાગા સંન્યાસીઓ જ મેળાના કેન્દ્ર બિંદુ હોય છે, ત્યારે આ વર્ષે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં સાધુ સંન્યાસીઓનું આગમન ભવનાથ તળેટીમાં થઈ રહ્યું છે. જેને લઇને ભવનાથ તળેટી પણ ભગવાન શિવમય બનતી જોવા મળી રહી છે, ત્યારે સંન્યાસીઓના આગમનથી પણ હવે ભવનાથ તળેટીમાં ચહલ પહલ જોવા મળી રહી છે. સમગ્ર તળેટીનો માહોલ એકદમ ધાર્મિક બનતો જાય છે અને દિવસ દરમિયાન હર હર મહાદેવ અને બમ બમ બોલે ના નારાથી ગિરનારીનું વાતાવરણ ગુંજી ઊઠે છે, ત્યારે આગામી સોમવારથી જૂનાગઢના નાગા સંન્યાસીઓ ભગવાન શિવની આરાધના કરતા ભવનાથ તળેટીમાં નજરે પડશે. આવા નાગા સંન્યાસીઓના દર્શન કરવા માત્રથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેવી માન્યતાઓ આજે પણ જોવા મળે છે. જેને લઇને આ મેળો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.