જૂનાગઢઃ પાંચમી જૂન એટલે કે વિશ્વ વન દિવસ સમગ્ર વિશ્વમાં સતત ઘટી રહેલાં જંગલો અને વન્ય વિસ્તારોની જાળવણી થાય અને તેનું સંવર્ધન કરવામાં આવે તેવા ઉદ્દેશ અને ધ્યેય સાથે સમગ્ર વિશ્વ પાંચમી જૂનના દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી કરતું આવ્યું છે. પરંતુ દીવા તળે અંધારું હોય તેમ આવી ઉજવણીઓ છતાં દર વર્ષે સતત વન્ય વિસ્તારો અને જંગલોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સમગ્ર સૃષ્ટિના જીવો માટે ખૂબ જ સંકટભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી આગાહી પણ કરી રહ્યું છે.
વિશ્વમાં વનદિવસની ઉજવણી, ઘટી રહેલા વન વિસ્તારનું પ્રમાણ મોટી ચિંતાનો વિષય જેમ જેમ વિકાસના તાર અવકાશ સુધી લંબાતાં ગયાં તેમ તેમ પૃથ્વી પરનો સ્વાર્થી સ્વભાવનો માણસ પોતાની કૃત્રિમ જરૂરિયાતોને પૂરી કરવા અને પોષવા માટે કુદરતે આપેલી પ્રકૃતિનો નાશ કરવા સુધી આગળ વધી ગયો. આજે વન્યસૃષ્ટિ ઘટવાને કારણે વાવઝોડાં, અસહ્ય ગરમી અને અનિયમિત વરસાદ સમગ્ર સૃષ્ટિને નુકસાન કરી રહ્યાં છે તેના મૂળમાં એકમાત્ર કાળા માથાનો માનવી છે. જે પ્રકારે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે વન વિસ્તારને ઘટાડવામાં આવી રહ્યાં છે તેને કારણે પૃથ્વી પરનું જીવનચક્ર અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે. કુદરતે રચેલી પોષણ કડી તૂટતી જોવા મળી રહી છે તેને પરિણામે વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે.
વિશ્વમાં વનદિવસની ઉજવણી, ઘટી રહેલા વન વિસ્તારનું પ્રમાણ મોટી ચિંતાનો વિષય આજના દિવસની ઉજવણી ત્યારે જ આપણે સાર્થક માની શકીએ કે વર્ષ ૨૦૨૧માં સમગ્ર વિશ્વમાં આવેલા વનવિસ્તારમાં ઘટાડાની જગ્યાએ આજના દિવસની પરિસ્થિતિએ વધારો જોવા મળે. જો આમ કરવામાં આપણને સફળતા નહીં મળે તો વન્ય દિવસની ઉજવણી એક નિરર્થક પ્રયાસથી વધારે કશું સાબિત થઈ શકે તેમ નથી.