ETV Bharat / state

ભારત બંધના એલાનને જૂનાગઢ જિલ્લામાં મળ્યો મિશ્ર પ્રતિસાદ - Detected 43 people

ખેડૂતોએ નવા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધ'નું એલાન આપ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાની વિસાવદર ખાતેથી તેમજ પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલની જૂનાગઢ ખાતેથી પોલીસે અટકાયત કરી હતી.

ભારત બંધના એલાનને જૂનાગઢ જિલ્લામાં મળ્યો મિશ્ર પ્રતિસાદ

author img

By

Published : Dec 9, 2020, 7:29 AM IST

  • ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલની પોલીસે કરી અટકાયત
  • ભારત બંધના એલાનનો જૂનાગઢ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
  • જિલ્લા પોલીસે અત્યાર સુધી 43 લોકોને કર્યા ડીટેક્ટ

જૂનાગઢઃ ભારત બંધના એલાનને જૂનાગઢ જિલ્લામાં મળ્યો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ખેડૂતોએ નવા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધ'નું એલાન આપ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાની વિસાવદર ખાતેથી તેમજ પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલની જૂનાગઢ ખાતેથી પોલીસે અટકાયત કરી હતી.

ભારત બંધના એલાનને જૂનાગઢ જિલ્લામાં મળ્યો મિશ્ર પ્રતિસાદ

કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દેશની રાજધાનીમાં પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના ખેડૂતો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે આ બંધના એલાનને જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને તેમજ વિરોધ પ્રદર્શન કોઈ ઉગ્ર રૂપ ધારણ ન કરે તે માટે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતેજ રહીને ચોકસાઈભરી કાર્યવાહી કરી રહ્યા છે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા 43લોકોની અટકાયત

વિરોધ પ્રદર્શન તેમજ વેપારી અને લોકોને બંધ કરવાની અપીલ કરવા માટે નીકળેલા વિસાવદરના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડીયાની સાથે તાલુકા પ્રમુખ કરસનભાઈ વાડદોરિયાની પોલીસે અટકાયત કરી હતી. તો બીજી તરફ જૂનાગઢ શહેરમાંથી પણ પ્રદેશ એન સી પી મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલની પણ પોલીસે કેટલાક કાર્યકરો સાથે વાત કરી હતી. હાલના બંધના એલાન પર જિલ્લા પોલીસ વડાએ પત્રકારો સમક્ષ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં 43 લોકોને બંધના એલાનને પગલે વિરોધ પ્રદર્શન કરતા તેમની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. તેમજ વિસાવદર અને ભેસાણમાં બે ગુના પણ રજીસ્ટર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જૂનાગઢ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ હજુ સુધી જિલ્લામાં ક્યાંય ઉગ્ર દેખાવો થતાં જોવા મળતા નથી જેને લઈને પોલીસે પણ હાશકારો મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.