ETV Bharat / state

ધાવાની કિશોરી હત્યા કેસમાં વધુ બે પરિવારજનોની કરાઇ અટકાયત - Two more family members in custody

ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગીર ગામમાં ગત 12 તારીખે કિશોરીની મેલી વિદ્યા અને અંધશ્રદ્ધાના વહેમમાં હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસે આજે મૃતક બાળકીના દાદા ગોપાલભાઈ અકબરી અને કેશોદમાં રહેતી બાળકીની ફઈ અર્ચનાબેન ઠુમરની મદદગારી પુરાવા નાશ કરવા અને મદદ કરવાના કેસમાં અટકાયત કરવામાં આવી છે.

Etv Bharatધાવાની કિશોરી હત્યા કેસમાં વધુ બે પરિવારજનોની કરાઇ અટકાયત

author img

By

Published : Oct 21, 2022, 9:00 PM IST

Updated : Oct 21, 2022, 9:09 PM IST

જૂનાગઢ : ગત 12 તારીખના દિવસે તાલાલા તાલુકાના ધાવા ગામમાં 14 વર્ષની કિશોરીનું ધાર્મિક અંધશ્રદ્ધામાં હત્યા કરવામાં આવી હતી. બાળકીની હત્યાના આરોપસર ગીર સોમનાથ પોલીસે બાળકીના પિતા અને કાકાની અટકાયત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આજે વધું એક ખુલાસો થયો છે. કિશોરીની હત્યામાં ઘરના જ વધુ બે ઘાતકી બન્યા હોય તેવી પોલીસને વિગતો મળી હતી. પોલીસે આજે મૃતક બાળકીના દાદા ગોપાલ અકબરી અને ફઈ અર્ચનાબેન ઠુમરની અટકાયત કરી છે.

હત્યામાં વઘું બે ની ધરપકડ સમગ્ર મામલામાં પોલીસે મૃતક બાળકીના કાકા અને પિતાની પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન બાળકીના દાદા ગોપાલ અકબરીયે હત્યા બાદ પુરાવાનો નાશ કરીને હત્યામાં મદદગારી કરી હોવાના આરોપ સર તેમની અટકાયત કરી છે. મૃતક બાળકીના ફઈ અર્ચનાબેન ઠુમરે બાળકી પર મેલી વિદ્યા કરવાની દુષપ્રેરણા આપી હોવાની પોલીસ તપાસમાં વિગતો બહાર આવી છે. જેને લઈને અર્ચનાબેન ઠુમરની કેશોદ ખાતેથી ધરપકડ કરીને સમગ્ર મામલામાં ચોકાવનારો ખુલાસો કર્યો છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસ પકડમાં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

અંધશ્રદ્ધામાં કરાઇ હત્યા યુવતીમાં કોઈ રાક્ષસી શક્તિનો વાસ હોવાની શંકા કિશોરીના મૃત્યુ પાછળ ધાર્મિક અંધશ્રદ્ધા અને વળગાડ હોવાની પોલીસને મળેલી હકીકત બાદ યુવતીમાં કોઈ રાક્ષસી શક્તિનો વાસ હોવાની શંકાને આધારે પિતા ભાવેશ અકબરી અને કાકા દિલીપ અકબરી એ જણાવ્યું હતું કે, કિશોરીના શરીરમાંથી વળગાડ દૂર થાય. તે માટે તેને સાત દિવસ સુધી માનસિક યાતનાઓ આપી હતી. આ યાતના સહન ન કરી શકતા તેનુ અકાળે મૃત્યુ થયું હતું. પોલીસે મૃતક યુવતીના પિતા ભાવેશ અકબરી અને કાકા દિલીપ અકબરી સાથે અન્ય કેટલાક લોકોને અટક કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે.

કિશોરીનું મૃત્યુ ગંભીર બીમારીથી થયું હોવાની અફવાઓ ફેલાવી પિતા ભાવેશ અને કાકા દિલીપ અકબરી એ 1 ઓક્ટોબર 2022થી લઈને એક અઠવાડિયા સુધી કિશોરીને ખૂબ માનસિક યાતનાઓ આપી હતી. જે કિશોરીનું શરીર સહન ન કરી શકતા તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવા માટે મૃતક યુવતીના પિતા ભાવેશ અને કાકા દિલીપ અકબરી સાથે પરિવારના કેટલાક સભ્યોએ કિશોરીનું મૃત્યુ કોઈ ભેદી અને ગંભીર ચેપ ધરાવતી બીમારીથી થયું હોવાની અફવાઓ ફેલાવીને રાત્રિના બે વાગ્યા બાદ ગામના સ્મશાનમાં અંતિમ વિધિ કરી નાખી હતી.

ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ આ સમગ્ર ઘટના નવરાત્રીના તહેવાર દરમિયાન ઘટી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસ તપાસમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે ચોકસાઈ પૂર્વક તપાસ કરી રહી છે. ઘરથી લઈને સ્મશાન સુધીના તમામ વિસ્તારોમાંથી સર્ચ કરીને સાંયોગિક પુરાવાઓ એકઠા કરી રહી છે. જે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા બાદ સમગ્ર ઘટનામાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે તેવી શક્યતાઓ પોલીસ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બે વ્યક્તિની શંકાસ્પદ સંડોવણી હોઈ શકે ધાવા ગીરમા કિશોરીના મૃત્યુ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિહ જાડેજાએ માહિતી આપી હતી કે સમગ્ર મામલામાં મૃતક કિશોરીના નાના ફરિયાદી બનતા પોલીસે કિશોરીના પિતા ભાવેશ અકબરી મુખ્ય આરોપી અને દિલીપ અકબરી પર મદદગારી માટે બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં સમગ્ર મામલામાં સુરત અને અમદાવાદના મળીને બે વ્યક્તિની શંકાસ્પદ સંડોવણી હોઈ શકે છે. તેને લઈને પણ પોલીસે આ બન્ને શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવા માટે સુરત અને અમદાવાદ ટીમ મોકલી આપી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત ગણાતો ધાવા ગીરનો આ કિસ્સો આજે ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેના નિષ્કર્ષ પર પહોંચ્યો છે.

તાંત્રિકો દ્વારા અહીં તાંત્રિક વિધિ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ માધ્યમોને સમગ્ર મામલા અંગે વિગતો આપવા જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં બહારના કોઈ વ્યક્તિ કે તાંત્રિકો દ્વારા અહીં તાંત્રિક વિધિ કરવામાં આવી છે. તેના કોઈ પણ પ્રકારના પુરાવાઓ ઘટના સ્થળ પરથી કે ટેલીફોનના માધ્યમથી મળ્યા નથી. આરોપી ભાવેશ અકબરીના ઘરમાં માતાજીનું સ્થાપન અને અહીં કેટલીક તાંત્રિક વિધિ કરી શકવા માટેના પદાર્થો મળી આવ્યા છે. જેનો કબજો પણ પોલીસે કરીને વધુ તપાસ કરી રહી છે.

મૃતક કિશોરીનો પિતા તપાસમાં યોગ્ય સહકાર આપતા નથી પોલીસ પકડમાં રહેલા મૃતક કિશોરીનો પિતા ભાવેશ અકબરી હજુ સુધી પોલીસ તપાસમાં યોગ્ય સહકાર આપતો નથી. જેને ધ્યાને લઈને ગિરસોમનાથ પોલીસે સમગ્ર ઘટનાના સાત જેટલા પ્રત્યક્ષદર્શી વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરી છે. કિશોરીની માતા ઘટના સમયે સુરત હોવાની વિગતો પણ પોલીસે માધ્યમોને આપી છે. મૃતક કિશોરીની માતા પણ સમગ્ર મામલાને લઈને કશું કહેવા તૈયાર નહીં હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરવાની દિશામાં પોલીસ કામ કરી રહી છે અને સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ આરોપી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Last Updated : Oct 21, 2022, 9:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.