જુનાગઢ: જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગના ગોડાઉનમાંથી મોબાઇલ ચોરી(Mobile Thief in Junagadh) કરતા ચાર જેટલા ડીલેવરી બોયને(Delivery Boy Thief in Junagadh) ઝડપી પાડ્યા છે. આ પહેલા ગોડાઉનમાંથી 45 જેટલા મોબાઇલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેની તપાસ કરતા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે(Junagadh Crime Branch) ચાર ડીલેવરી બોય પાસેથી 17 જેટલા મોબાઇલ મેળવીને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી હતી.
ગ્રાહકોએ મંગાવેલા ઓનલાઈન મોબાઈલની ચોરી
આ ઉપરાંત પકડાયેલા ડિલિવરીમેન ગોડાઉનમાં કોઈ સિક્યુરિટી ન હોવાને કારણે ગ્રાહકોએ મંગાવેલા ઓનલાઈન મોબાઈલને ચોરી છૂપીથી ગોડાઉનમાંથી ચોરી કરતા હતા જે ગોડાઉન માલિકને ધ્યાન પર આવતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ચાર ડીલેવરી બોયને(Thief Crime Case in Junagadh) પકડી પાડયા છે.
પોલીસે અંદાજીત 1 લાખ 74 હજારના મોબાઈલ ફોન મેળવ્યા પરત
પોલીસ પકડમાં રહેલા ચારેય ડીલેવરી(Junagadh Police Theft Case) મેનની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ચારેય ડીલેવરી બોય જૂનાગઢના એમજી રોડ પર શિવમ મોબાઇલ નામની દુકાનમાં 8 vivo storeમાં 2 અને હેની મોબાઇલમાં 1 મોબાઇલને વહેંચી નાખ્યો હોવાની કબૂલાત પણ આપી હતી. તો સાથે સાથે પોલીસ પકડમાં રહેલા ચારેય ડિલિવરી બોયના કબ્જામાં રહેલા અન્ય મોબાઇલ મળીને કુલ 17 જેટલા મોબાઇલ પોલીસને પરત(Thief Crime in Junagadh) મેળવવામાં સફળતા મળી છે.
આ પણ વાંચોઃ Theft in Navsari: નજર હટી દુર્ઘટના ઘટી, લગ્નમાં નાચતી મહિલાની 8 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ લઈ ચોર ફરાર
આ પણ વાંચોઃ સુરતમાં ચોર CCTV તોડી દુકાનમાંથી 16.05 લાખની ચોરી કરી ફરાર