- જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓની સુરક્ષાનું Reality Check
- જિલ્લાની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓના સુરક્ષિત
- કેટલીક શાળાઓમાં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી ગાર્ડનથી લઈને વર્ગખંડની વ્યવસ્થા
જૂનાગઢ : શહેર અને જિલ્લામાં આવેલી સરકારી શાળાઓના મકાનને લઈને Reality Check હાથ ધર્યું હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાની મોટા ભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ( Government Primary School )ના બિલ્ડિંગ્સ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને પાસ થતા જોવા મળ્યા હતા. સરકારી પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગ્સ વિદ્યાર્થીઓને બેસવાની બેન્ચ, મેદાન અને સુવ્યવસ્થિત ગાર્ડન સાથે જોવા મળ્યા હતા.
મોટા ભાગની સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો સુવ્યવસ્થિત અને સુરક્ષિત
સરકારી પ્રાથમિક શાળાઓના બિલ્ડિંગ્સ વિદ્યાર્થીઓને બેસવાની બેન્ચ, મેદાન અને ગાર્ડન સાથેની વ્યવસ્થા જૂનાગઢ જિલ્લાની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ( Government Primary School )માં જોવા મળી રહી છે. જૂનાગઢ શિક્ષણ વિભાગ દર વર્ષે શાળામાં ભૌતિક સુવિધાઓ ઉભી કરવાને લઈને જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ અને શાળાના આચાર્યોને કેટલીક સત્તા હસ્તાંતરણ કર્યું છે. જેને લઇને મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો સુવ્યવસ્થિત અને સુરક્ષિત જોવા મળ્યા હતા.
સરકારી પ્રાથમિક શાળામાં પ્રોજેક્ટરથી લઈને CCTV સુધીની વ્યવસ્થાઓ
જૂનાગઢ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં બાળકોને આધુનિક શિક્ષણ મળી રહે, તે માટે પ્રોજેક્ટર દ્વારા શિક્ષણની પણ વ્યવસ્થા કેટલીક શાળાઓમાં જોવા મળી રહી છે. મોટાભાગની શાળાઓ સુરક્ષાની દ્રષ્ટિએ CCTV કેમેરાથી સુસજ્જ કરવામાં આવી છે. જેને લઇને શાળામાં ઘટતી કોઈપણ અઘટિત ઘટના કે, અકસ્માત પર ચોક્કસ નજર રાખી શકાય વધુમાં પ્રત્યેક શાળા સંકૂલમાં બાળક અને બાળકીઓ માટેના અલગ શૌચાલયની વ્યવસ્થા પણ જોવા મળી હતી.
સરકારી પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરની અધતન લેબ
આ સાથે શાળા સમય દરમિયાન પ્રત્યેક બાળકને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે, તે માટે આરો સિસ્ટમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આગામી સમયને ટેકનોલોજીનો સમય માનવામાં આવે છે. આવા સમયે બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરની અધતન લેબ પણ ઊભી કરીને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની સાથે બાળકોના આરોગ્ય અંગે પણ રાખવામાં આવે છે કાળજી
સરકારી પ્રાથમિક શાળા ( Government Primary School )માં બાળકોના શિક્ષણની સાથે આરોગ્ય અંગે પણ ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે. દર વર્ષે નિષ્ણાંત તબીબો દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જે બાદ કોઈ પણ બાળકને ગંભીર પ્રકારના રોગ જણાય તો તેને સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં 730 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે
શાળામાં આવતા પ્રત્યેક વિદ્યાર્થીનું આરોગ્ય જળવાઈ રહે, તે માટે પોષણ યુક્ત આહાર મધ્યાન ભોજન યોજના અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં 730 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જે તમામમાં આ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો -
- રાજકોટની સરકારી શાળા જર્જરિત હાલતમાં જોવા મળી, વિદ્યાર્થીઓ માટે જોખમ
- એવી સરકારી શાળા જ્યાં બાળકોને અપાય છે સૌથી જૂની રમતનું પ્રશિક્ષણ, જુઓ અહેવાલ
- પંચમહાલ જિલ્લાની અનોખી સરકારી શાળા, વાંચો વિસ્તૃત અહેવાલ
- સંસ્કાર સાથે શિક્ષણ, જાણો સરકારી શાળાની અનોખી શિક્ષણ પદ્ધતિ
- અહીં ખાનગી શાળાના વિદ્યાર્થીની સરકારી શાળામાં પ્રવેશ માટે દોટ, જુઓ વીડિયો
- કોરોનામાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા, રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બાળકોનું એડમિશન