ETV Bharat / state

Ram Mandir Ayodhya : જૂનાગઢના ચિત્રકારે કેનવાસ પર કંડાર્યું પ્રભુ રામનું રૌદ્ર રૂપ - રજનીકાંત અગ્રાવત

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે દેશભરમાં ઉમંગનો માહોલ છે. ભક્તો પોતાની પ્રેમ અને શ્રધ્ધા દર્શાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામનું એક વિશેષ રૂપ કેનવાસ પર કંડાર્યું છે.

Ram Mandir Ayodhya
Ram Mandir Ayodhya
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 1:21 PM IST

જૂનાગઢના ચિત્રકારે કેનવાસ પર કંડાર્યું પ્રભુ રામનું રૌદ્ર રૂપ

જૂનાગઢ : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર દેશવાસીઓ માટે આસ્થાના ઘોડાપૂરની વચ્ચે દર્શન માટે ખુલી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે ભગવાન શ્રી રામના ક્રોધિત રુપના પ્રસંગનું ચિત્ર કેનવાસ પર કંડાર્યું છે. વડોદરા ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનમાં આ ચિત્ર લોકોને દર્શન માટે પણ મૂકવામાં આવશે.

પ્રભુ રામનું રૌદ્ર રૂપ : એક પ્રસંગ બાદ કરતાં ક્યારેય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ક્રોધિત અવસ્થામાં જોવા મળતા નથી. રામચરિત માનસમાં ઉલ્લેખ થયા મુજબ સીતા માતાનું અપહરણ કરીને રાવણ તેમને લંકા લઈ ગયો હતો. ત્યારે રાવણ સાથે યુદ્ધ કરવા ભગવાન શ્રીરામ શ્રીલંકા જવા માટે નીકળી પડે છે. માર્ગમાં આવેલા સમુદ્રએ ભગવાન શ્રીરામ અને તેમની સેનાને માર્ગ નહીં આપતા રામ ખૂબ જ ક્રોધિત થાય છે. આ પ્રસંગનું ચિત્રાંકન જૂનાગઢના ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે કર્યું છે. આ ચિત્ર આગામી 22 જાન્યુઆરીએ વડોદરામાં આયોજિત થનાર ચિત્ર પ્રદર્શનમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.

કિષ્કિન્ધા કાંડનો પ્રસંગ : ભગવાન રામ ક્રોધિત અને ગુસ્સામાં હોવાનો ઉલ્લેખ રામાયણના કિષ્કિન્ધા કાંડમાં જોવા મળે છે. સમુદ્રને માર્ગ આપવા માટે વિનંતી કરતા સતત ત્રણ દિવસ સુધી કિનારા પર ભગવાન રામ ખૂબ જ તપસ્યા અને સમુદ્ર દેવની પૂજા કરે છે. ત્રણ દિવસની પૂજા બાદ પણ મહાસાગરે ભગવાન શ્રીરામ અને તેની સેનાને લંકા જવા માટે માર્ગ નહીં આપતા ભગવાન ક્રોધિત થાય છે. રામ ધનુષ પર બાણ ચડાવીને સમુદ્રને સુકવવા માટે તૈયાર થાય છે. આ પ્રસંગ ભગવાન રામના જીવન ચરિત્રમાં ક્રોધિત રૂપનો માનવામાં આવે છે.

પ્રભુ રામનું રૌદ્ર રૂપ
પ્રભુ રામનું રૌદ્ર રૂપ

સમુદ્ર દેવે બતાવ્યો માર્ગ : ભગવાન રામ અને તેમની સેનાને લંકા જવા માટે સમુદ્ર દેવ સ્વયં પ્રગટ થઈને માર્ગ બતાવે છે તેવો રામચરિત માનસમાં ઉલ્લેખ જોવા મળે છે. સમુદ્ર દેવ કહે છે કે, રામસેનામાં સામેલ નલ અને નીલ નામના બે વાનર સૈનિકો વરદાન પ્રાપ્ત થયેલા છે. આ બંને સૈનિકો પથ્થર પર તમારું નામ લખી અને સમુદ્રમાં વહેતા કરશે તો સમુદ્રમાંથી પણ માર્ગ બનતો જોવા મળશે. આ પ્રસંગને લઈને ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે ભગવાન રામના લોકાર્પિત થવા જઈ રહેલા નવા મંદિરને પોતાની કલાના માધ્યમથી પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.

ચિત્રકાર રજનીકાંત અગ્રાવત : જૂનાગઢના ખ્યાતનામ ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે તેમના આ ચિત્રને લઈને ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભગવાન રામનો આટલો મોટો પ્રસંગ 5,000 વર્ષ બાદ ભારતમાં આયોજિત થઈ રહ્યો છે. ત્યારે તેઓ પણ તેમની કલાના માધ્યમથી આ પ્રસંગમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. તેમણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર દરમિયાન માત્ર એક વખત ક્રોધિત અવસ્થાને કાગળ પર કંડારવાનો પ્રયત્ન કર્યો છે. આ ચિત્ર વડોદરા ખાતે યોજાનાર ચિત્ર પ્રદર્શનમાં પણ રાખવામાં આવશે.

  1. Pithora Art: પીઠોરા ચિત્રોને વાંચી શકાય છે, આ ચિત્રો નથી પણ આદિવાસીઓની પ્રાચીન લિપિ છે
  2. VGGS 2024: લાઈટિંગથી ઝળહળ્યું પાટનગર, મહાત્મા મંદિરથી વિધાનસભા સુધી સેન્ટ્રલ વિસ્ટા બન્યો સેલ્ફી પોઈન્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.