ETV Bharat / state

રામ રાખે તેને કોણ ચાખે, બાળક ડરી જતાં રાજુલાનો પરિવાર ઝૂલતા બ્રિજથી ઉતર્યો નીચે ને મળ્યું નવજીવન - morbi bridge collapse

મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી (morbi bridge collapse) પડવાથી 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટનામાં રાજુલાના મહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. પરિવારના બાળકને પૂલ પર ડર લાગતા આખો પરિવાર પૂલ પરથી નીચે ઉતરી (Rajula Mehta Family survived) ગયો હતો ને તેમનો બચાવ થયો હતો.

રામ રાખે તેને કોણ ચાખે, બાળક ડરી જતાં રાજુલાનો પરિવાર ઝૂલતા બ્રિજથી ઉતર્યો નીચે ને મળ્યું નવજીવન

author img

By

Published : Nov 1, 2022, 1:57 PM IST

જૂનાગઢ/અમરેલી રામ રાખે તેને કોણ ચાખે. આ જ કહેવત લાગુ થાય છે રાજુલાના મહેતા પરિવારને. આ આખો પરિવાર (Rajula Mehta Family survived) મોરબીમાં ઝૂલતા બ્રિજની (morbi bridge collapse) મુલાકાતે પહોંચ્યો હતો. જોકે, દુર્ઘટનાના 15 મિનીટ પહેલાં જ આ પરિવાર પૂલ પરથી નીચે ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

બાળકને ડર લાગતા પરિવારને મળ્યું નવજીવન થયું એવું કે, પરિવારના નાના બાળકને ઝૂલતા પૂલ પર જતાં જ ડર લાગવા લાગ્યો હતો. એટલે તેના કારણે આખો પરિવાર પૂલ પરથી નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ જોતજોતામાં ઝૂલતા પૂલે જળસમાધી લઈ લીધી હતી. તેના કારણે 130થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે બાળકના કારણે મહેતા પરિવારને (Rajula Mehta Family survived) નવજીવન મળ્યું હતું.

પરિવાર બ્રિજ પરથી ઉતર્યો ને બ્રિજ ધરાશાયી થયો

પરિવારનો ચમત્કારીક બચાવ ગત રવિવારના દિવસે મોરબીમાં (morbi bridge collapse) આવેલો ઐતિહાસિક ઝૂલતો પૂલ અચાનક તૂટી પડતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પૂલ તૂટી પડવાના કારણે અનેક લોકોનું જીવન મચ્છુ નદીમાં ગરકાવ થયું હતું, પરંતુ રાજુલાનો મહેતા પરિવાર (Rajula Mehta Family survived) આ દુર્ઘટનાનો ભોગ બને તે પહેલા જ પૂર પરથી બહાર નીકળી જતા આખો પરિવાર ચમત્કારીકરૂપે બચી ગયો હતો.

દુર્ઘટનાના 15 મિનીટ પહેલા જ પરિવાર પૂલ પરથી ઉતર્યો હતો દુર્ઘટનાના 15 મિનિટ પૂર્વે મહેતા પરિવારના સભ્યો ઝૂલતા પુલની (morbi bridge collapse) મુલાકાતે ગયા હતા ત્યાં સેલ્ફી ખેંચ્યા બાદ પૂલ પર આગળ વધી રહ્યા હતા. આવા સમયે પરિવારના નાનકડા પુત્ર નેત્રને ડર લાગતા આખો મહેતા પરિવાર પુલ પરથી પરત બહાર નીકળી ગયો હતો અને જોતાજોતામાં પૂલ તૂટી પડતા અનેક લોકોએ જીવતા જળ સમાધિ લીધી હતી. પરંતુ નાનકડા પૂત્રના ડરને કારણે રાજુલાના મહેતા પરિવારને નવજીવન મળ્યું છે.

રાજુલાનો મહેતા પરિવાર ઘટના નજર સમક્ષ જોઈને આજે પણ છે દુઃખની સ્થિતિમાં રાજુલાના દુર્લભ નગરમાં રહેતા ભાનુભાઈ મહેતાના (Rajula Mehta Family survived) પરિવારના કેટલાક સભ્યો સંબંધીને ત્યાં મોરબી (morbi bridge collapse) ગયા હતા. આ સમયે સાગરભાઈ, કોમલબેન તેમની પૂત્રી ખેવના અને પૂત્ર નેત્ર સહિત પરિવારના સભ્યો ઝૂલતા પુલ પર રજા માણવા માટે ગયા હતા. સેલ્ફી લીધા બાદ પરિવાર નાનકડા પૂત્રના ડરને કારણે પૂલ પરથી પરત ફર્યો અને ફૂલ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

પરિવાર દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયો સાગરભાઇ મહેતાએ ETV Bharatને જણાવ્યું હતું કે, પૂત્રના ડરને કારણે આજે આખો મહેતા પરિવાર જીવંત છે. પૂત્ર નેત્રએ પુલ પરથી પરત ફરવાની જીદ ન કરી હોત તો આજે પરિણામ ખૂબ દુઃખદ બન્યુ હોત. સાગરભાઈએ દુર્ઘટના પહેલા 15 મિનિટ પૂર્વે લીધેલી સેલ્ફી આજે દુઃખદ ઘટનાને યાદ બની રહી છે. જો નાના પૂત્રની જીદને મહેતા પરિવારે અવગણી હોત તો આજે પરિણામ વિપરીત સામે આવ્યું હોત. સાગરભાઇ પોતે માની રહ્યા છે કે, નાનકડા પૂત્રના ડરને કારણે આજે અમે સંભવિત મોત સામે જીત મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.