- જૂનાગઢ પોલીસે વંથલી નજીકથી પકડી પાડ્યો પરપ્રાંતીય દારૂ અને બિયરનો જથ્થો
- બંધ પેટ્રોલ પંપમાં દારૂનો જથ્થો સગે-વગે થઈ રહ્યો હતો ત્યારે જૂનાગઢ LCB ત્રાટકી
- દારૂના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પણ પકડ્યા
- જૂનાગઢ LCBએ વંથલી નજીકથી 4.70 લાખ કરતાં વધુનો દારૂ પકડ્યો
જૂનાગઢ: જિલ્લામાં LCBને પરપ્રાંતીય દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે વંથલી તાલુકાના કણજાધાર નજીક આવેલા બંધ પેટ્રોલ પંપમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરતાં હોવાની બાતમીને આધારે અહીં પોલીસે રેડ કરતાં દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરો ઝડપાયા હતા. તેમની સાથે દારૂનું પરિવહન કરવા માટે કાર અને બાઈક પણ પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરા દારૂબંધીના ગુનામાં 20 હજારનો તોડ કર્યા બાદ આરોપીને લૂંટી લેનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
દારૂ અને બિયરનો જથ્થો સગે-વગે થતો હતો તે દરમિયાન પોલીસે બુટલેગરોનો ખેલ બગાડ્યો
પોલીસે બંધ પેટ્રોલ પંપમાં આરોપીને સાથે વધુ તપાસ કરતાં અહીંથી પોલીસને પરપ્રાંતિય દારૂની 287 બોટલ તેમજ બિયરની 674 જેટલી બોટલ મળી આવી હતી. પકડાયેલા ચાર બૂટલેગરો અહીંથી દારૂની સપ્લાય અલગ વિસ્તારમાં કરવાની ફિરાકમાં હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું, ત્યારે પોલીસે 4 આરોપીને પકડી પાડીને દારૂની સપ્લાયના ખેલ પર પાણી ફેરવી દીધું હતું. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ LCB અને વંથલી પોલીસ પણ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાંથી દારૂની મહેફિલ માણતા 6 નબીરા ઝડપાયા