સાસણમાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ જંગલના રાજાને સિંહને જોવા પધારતા હોય છે. પ્રવાસીઓ પોતાની સાથે પ્લાસ્ટિકનો કચરો રાખતા હોવાથી જંગલમાં પ્રદૂષણ વધી રહ્યું હતું, જેના કારણે કુદરતની અમૂલ્ય બક્ષીસ પર ઝાંખપ લાગી રહી હતી. તેવામાં પ્લાસ્ટિક પ્રતિબંધથી પ્રદૂષણ રોકવામાં ખૂબ જ મદદ મળી છે.
સાસણને ગયા ઓક્ટબર માસમાં પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર જાહેર કરાયો છે. પ્લાસ્ટિક મુક્તિ માટેના સંઘર્ષ અને જરૂરિયાતો આજે દેશના દરેક વિસ્તારોને છે. આ માટે સામાન્ય લોકોથી માંડી અધિકારીઓનો સંઘર્ષ અને વાતાવરણ ક્ષેત્રમાં અગ્રેસર લોકોના પ્રયાસોને વધાવવા રહ્યા અને અને અન્ય લોકોએ પ્લાસ્ટિક સામે અંગત લડાઈ લડવી રહી.