કેશોદના પાનદેવ સમાજની પાછળ રેલ્વે ટ્રેકની બાજુમાં રહેતાં જમનભાઈ રતનજી લાડાણીના રહેણાંક વાડી વિસ્તારમાં રાત્રીનાં સમયે દિપડાએ ગાયનાં વાછરડાને ખેતરમાં ઉઠાવી જઇ મારણ કર્યું હતું, જે બાબતની વાડી માલીકને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા આર એફ ઓ ફળદુની સુચનાથી ફોરેસ્ટર પ્રફુલભાઈ ઠાકરે સ્થળ પર તપાસ કરી તપાસ દરમિયાન વન્ય પ્રાણીના પગલાના નિશાન મળી આવતા હતા. પગલાની તપાસ કરવાતા દીપડાના પગલાં હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવાની કામગીરી હાથ ધરમાં આવી હોવાનું ફોરેસ્ટર પ્રફુલભાઈ ઠાકર જણાવ્યું હતું . ઉલ્લેખનીય છે કે ,છેલ્લા ઘણા સમયથી કેશોદના આસપાસના વિસ્તારમાં દીપડા તેમજ સિંહોની આવક જાવક વધીરહી છે અને ઘણાબધા પશુઓના મારણપણ થયાછે ત્યારે આ રીતે શહેરી વિસ્તારમાં દિપડાના ઘુસવાથી શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આ દિપડાને વન વિભાગ તાત્કાલીક પીંજરે પુરે તેવી શહેરીજનોમાં માંગ ઉઠીરહી છે.