જૂનાગઢ પાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય થયેલા કોર્પોરેટર દ્વારા વરસાદના પાણીને શ્રીફળથી વધાવીને કુદરતની કૃપા દ્રષ્ટિને જૂનાગઢની ધરતી પર આવકારી હતી. જૂનાગઢના ચાર લાખથી વધુની જનતાના પીવાના પાણીની સમસ્યા માટે આ ડેમ આશીર્વાદ સમાન છે. વર્ષના છ મહિના આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અહીંથી વિતરણ કરવામાં આવે છે.
જૂનાગઢમાં હાલમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ આણંદપુર ડેમ છલકાતા પાણીની વિકટ સ્થિતિ દૂર થઈ છે તેમ જણાય રહ્યું છે. જેથી કોર્પોરેટરોએ ડેમમાં આવેલા પાણીના વધામણાં કર્યાં હતા.