જૂનાગઢ : કારતક સુદ પૂનમ અને મંગળવારના દિવસે ચંદ્રગ્રહણની (lunar eclipse) ખગોળીય ઘટના ઘટી હતી. જેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પૂજા આરતી અને અન્ય ધાર્મિક વિધિના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગ્રહણના મોક્ષ થયા બાદ મંદિર પરિસરમાં (First Jyotirling Somnath Gujarat) વિવિધ ધાર્મિક પૂજાઓ પરંપરાગત રીતે શરૂ કરાશે.
ખગોળીય ઘટના ચંદ્રગ્રહણને લઈને સોમનાથ મંદિરની પૂજા વિધિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કારતક સુદ પૂર્ણિમાં 8 તારીખ અને મંગળવારના દિવસે ચંદ્રગ્રહણને ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. જેને લઈને સોમનાથ મંદિરમાં ગ્રહણ કાળ દરમિયાન તમામ પ્રકારની પૂજા આરતી અભિષેક ધ્વજા પૂજા અને મહામૃત્યુંજય જાપની ધાર્મિક વિધિ ગ્રહણના મોક્ષ થયા સુધી સ્થગિત રાખવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ધાર્મિક વિધિ મંગળવાર 8 તારીખના દિવસે સવારના 5:30 વાગ્યાથી લઈને સાંજના 06:11 મિનિટ સુધી મંદિર પરિસરમાં તમામ પ્રકારની ધાર્મિક વિધિ સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયની જાણ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માધ્યમમોને આપી છે. ગ્રહણ દરમિયાન તમામ ધાર્મિક વિધિને કરાઈ સ્થગિતકાર્તિકી પૂર્ણિમાના દિવસે સવારે સાડા પાંચ વાગ્યાથી લઈને ગ્રહણના મોક્ષ થયા સુધી સોમનાથ મંદિર પરિસરમાં પ્રાતઃ આરતીની સાથે મહાપુજા ગંગાજળ અભિષેક બિલ્વ પૂજા મહામૃત્યુંજય જાપ ધ્વજા પૂજા સહિત તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચંદ્રગ્રહણના દિવસે સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે.
મહાદેવની પૂજા દર્શન ગ્રહણના મોક્ષ થયા બાદ સાંજની આરતી અને મહાપૂજાથી વિધિવત રીતે સોમનાથ મહાદેવની પૂજા દર્શન અને અભિષેક શરૂ કરાશે. ગ્રહણના સમય દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે યાત્રિકોને સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના એક વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.