જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ફરી એક વખત નશીલા પદાર્થોને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નજીકથી શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા યુવકની જડતી લઈને તેની તપાસ કરતા તેની પાસેથી ૩૦ ગ્રામની આસપાસ અંદાજિત રુપિયા 3 લાખ કરતા વધુના મેફ્ડોન ડ્રગ્સનો જથ્થો (Mephedrone drug quantity) મળી આવ્યો હતો. પોલીસે કલ્પેશ ખોખાજી નામના આરોપીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે
નશીલા પદાર્થની ડીલીવરી જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળીને ભેસાણ તાલુકાના સુખપુર ગામનો આરોપી કલ્પેશ ખોખાજી નશીલા પદાર્થની ડીલીવરી કરવા માટે આવી રહ્યો છે. તેવી પૂર્વ બાતમીને આધારે પોલીસે કલ્પેશ ખોખાજીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
સ્પેશિયલ ઓપરેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સફળતાપૂર્વકની (Junagadh Special Operation Group) કામગીરી સમગ્ર મામલાને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલે માહિતી આપી કે "આરોપી કલ્પેશ ખોખાજી નશીલા પદાર્થનું અન્ય યુવાનો સુધી વહેંચાણ કરે તે પૂર્વે જ તેને પકડી પાડ્યો છે. તેની પાસેથી ૩૦ ગ્રામ કરતાં વધુ મેફ્રેડોન ડ્રગ્સનો (Mephedrone drug quantity) જથ્થો મળીને કુલ 3,39,760 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ પકડમાં રહેલા આરોપી કલ્પેશ ખોખાજી પાસેથી મળેલી માહિતીને આધારે રાજસ્થાનનો સત્યેન્દ્ર અને મુંબઈના અજય નામના બે યુવાનોની પણ સમગ્ર ડ્રગ્સ મામલામાં સંડોવણી બહાર આવી છે. જેને લઈને પણ પોલીસેઆ બંને આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા " છે.