ETV Bharat / state

56 દિવસ બાદ જૂનાગઢમાં કોરોનાથી એકપણ મોત નહીં - કોરોનાથી મોતના આંકમાં ઘટાડો

કોરોના સંક્રમણની બીજી ભયાનક લહેરને લઈને આજે જૂનાગઢ જિલ્લામાંથી ખૂબ જ સારા અને હકારાત્મક સમાચારો મળી રહ્યાં છે. પાછલા 5 દિવસ દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના મચાવેલા હાહાકારને કારણે અનેક લોકો મોતને ભેટ્યાં હતાં. ત્યારે ગઈકાલે પ્રથમ વખત 56 દિવસ બાદ એકપણ વ્યક્તિનું મોત સંક્રમણને કારણે થયું હોવાની વિગતો બહાર આવી નથી. આ સમાચાર ખૂબ જ ઉત્સાહજનક જોવા મળી રહ્યાં છે.

56 દિવસ બાદ જૂનાગઢમાં કોરોનાથી એકપણ મોત નહીં

author img

By

Published : Jun 1, 2021, 3:28 PM IST

  • 56 દિવસ બાદ કોરોના જૂનાગઢ જિલ્લામાં પાછી પાની કરતો જોવા મળ્યો
  • બીજી લહેરમાં 3 એપ્રિલના દિવસે માણાવદરમાં પ્રથમ મોત થયાનું આવ્યું હતું સામે
  • પ્રતિદિન 10 કરતાં વધુ વ્યક્તિના મોત કોરોના સંક્રમણને કારણે થતાં જોવા મળતાં હતાં

જૂનાગઢઃ પાછલા 56 દિવસથી કોરોના સંક્રમણ અને તેને કારણે થયેલા મોતનો આંકડો ખૂબ જ ચિંતા ઉપજાવી રહ્યો હતો. ગત ૩જી એપ્રિલના દિવસે માણાવદરના એક વ્યક્તિનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. બીજી લહેરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં પ્રથમ મોત હતું. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું અને એટલી હદે વધુ જોવા મળ્યું કે એક સમયે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન દસ કરતાં વધુ વ્યક્તિના મોત કોરોના સંક્રમણને કારણે થતાં જોવા મળતાં હતાં.

પ્રતિદિન 10 કરતાં વધુ વ્યક્તિના મોત કોરોના સંક્રમણને કારણે થતાં જોવા મળતાં હતાં

આ પણ વાંચોઃ WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું

કોરોના પર કાબૂ આવવાની આશા

આવી પરિસ્થિતિમાં સૌ કોઈ ભયથી કાંપતા જોવા મળતાં હતાં. પરંતુ જે પ્રકારે કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો હતો તેના પર હવે ધીમે ધીમે કાબૂ પણ મેળવાઇ રહ્યો છે. આજે 56 દિવસ બાદ કોરોના સંક્રમણથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું તેવા હકારાત્મક સમાચારો જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ કોરોના અપડેટ: 1.27 લાખ નવા કેસ, 24 કલાકમાં 2,795 લોકોનાં મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.