જૂનાગઢઃ શહેરના વાતાવરણમાં પલટો પલટો આવતા હવામાન વિભાગે વ્યક્ત (Meteorological Department Forecast) કરેલી આગાહી મુજબ બપોરના 1 થી 2ના અરસામાં જૂનાગઢ શહેરમાં હળવો વરસાદ (Non-seasonal rainfall in Junagadh) પડયો હતો. વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. જેને લઇને લોકોએ ઠંડીનો અહેસાસ પણ કર્યો હતો પરંતુ કમોસમી માવઠું થતા જગતના તાતની ચિંતા વધારી છે ઘઉં જીરું ચણાઅને ધાણા જેવા શિયાળુ પાકો પર વિપરીત અસર થઈ શકે છે.
જૂનાગઢમાં પડ્યો કમોસમી વરસાદ વાતાવરણ થયું ઠંડુગાર
આજ વહેલી સવારથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો (Meteorological Department Forecast)જોવા મળી રહ્યો હતો સવારના સમયથી જ જૂનાગઢ શહેર પર ધીમે ધીમે વરસાદી વાદળોનો જમાવટ થતી જોવા મળી હતી. બપોરના 1 થી અરશા માં જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવો કહી શકાય તે પ્રકારનો વરસાદ પડયો હતો. જેને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું હતું અને લોકોએ શિયાળાની ઠંડીનો અહેસાસ પણ કર્યો હતો. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહીઓ વ્યક્ત કરી હતી ત્યારે આજે પડેલો કમોસમી વરસાદ જગતના તાત માટે ચિંતાઓ (Damage to winter crops )ઊભી કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat Gas Leakage 2022: 6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દંપતિનું કરૂણ મોત, પત્નીને હતો 2 મહિનાનો ગર્ભ
ચણા જીરું ધાણા અને ઘઉં સહિત શિયાળુ પાકને નુકસાનની શક્યતા
આજે પડેલા કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકો ખાસ કરીને ચણા, જીરુ, ઘઉંને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચણા અને ઘઉં જેવા શિયાળુ પાકને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે. ખેતી જમીનમાં વરસાદનું પ્રમાણ કેટલું અને કેટલા સમય સુધી વરસાદી વાતાવરણ જોવા મળતું હતું તેને લઈને નુકશાનીનો સાચો અંદાજ મળી શકે પરંતુ જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને જોતા ચોક્કસ પણે કહી શકાય કે શિયાળુ પાકો જેવા કે ચણા, જીરું અને ઘઉંને થોડા ઘણા પ્રમાણમાં પણ નુકસાન કરી શકે છે, જેને લઇને જગતના તાતની ચિંતામાં પણ વધારો થઇ શકે છે ,તે પણ સ્વાભાવિક છે હજુ પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જો હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળે તો શિયાળુ પાકોને નુકસાન થતું જોવા મળશે.
આ પણ વાંચોઃ Italy Amritsar Charted Flight: ઇટાલીથી અમૃતસર પહોંચેલી ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ, 125 મુસાફરો કોરોના પોઝિટિવ