ETV Bharat / state

Junagadh News: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો નેશનલ ચેમ્પિયન કેમ નારિયેળ વેચવા થયો મજબુર?

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 4:04 PM IST

રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડી જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં લીલા નાળિયેરનું વેચાણ કરીને પરિવારનું ગુજરાત કરી રહ્યો છે. પાછલા પાંચ વર્ષથી જૂનાગઢનો લાલા પરમાર ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય ચેમ્પિયન હોવા છતાં પણ તેમની આવડત અને યોગ્યતાને હજુ સુધી સરકારે પ્રમાણિત નહીં કરતા ચેમ્પિયન આજે નોકરીથી વંચિત જોવા મળે છે.

national-champion-in-girnar-climbing-and-descending-competition-earns-his-living-by-distributing-green-coconuts

નેશનલ ચેમ્પિયન કેમ નારિયેળ વેચવા થયો મજબુર?

જૂનાગઢ: સરકાર દર વર્ષે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધામાં અનેક લોકો ખેલાડીઓ ભાગ લે છે. છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢનો લાલા પરમાર ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે રાષ્ટ્રીય ચેમ્પિયન આજે ગુજરાન ચલાવવા અને પોતાના પરિવારને મદદરૂપ થવા માટે ભણવાની સાથે નારિયેળ વેચવા મજબુર થયો છે. લાલા પરમારની યોગ્યતાનું હજુ સુધી સરકારે યોગ્ય વળતર નથી આપ્યું અને તેથી જ તે નોકરીથી પણ વંચિત છે.

ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા
ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા

લાલા પરમાર જણાવે છે કે, 'છેલ્લા પાંચ વર્ષથી હું ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં જીતી રહ્યો છું. મને સરકાર તરફથી કોઈ સહાય કે વળતર નથી મળ્યું. અન્ય રાજ્યોમાં આ પ્રકારનું કોઈ પ્રદર્શન કરે તો સ્પોર્ટ્સ કવોટા અંતર્ગત નોકરી આપવામાં આવે છે. આ સ્પર્ધા ખુબ જ જોખમી હોય છે. સરકારને મારી અપીલ છે કે જે લોકો આ સ્પર્ધામાં ટોપ 10 નંબરે આવે છે તે માટે યોગ્ય નોકરીની વ્યવસ્થા કરવામાં આવે.'

પિતા રીક્ષા ચલાવીને કરે છે પરિવારનું ગુજરાન: અત્રે ઉલ્લેખનીય છે કે લાલા પરમારના પિતા ચીમનભાઈ પરમાર રિક્ષા ચલાવે છે. આ સિવાય તેના પરિવારમાં એક નાનો ભાઈ અને બહેન છે. લાલો પરમાર હાલ સરકારી કોલેજમાં ત્રીજા વર્ષમાં મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરે છે. અભ્યાસ સિવાયના સમયમાં તે ગિરનાર સ્પર્ધાને લઈને પ્રેક્ટિસ કરતો હોય છે. ભવનાથના મેળા દરમિયાન તે લીલા નાળિયેર વેચીને પરિવારને મદદરૂપ થાય છે.

લીલા નાળિયેરનું વેચાણ કરીને પરિવારનું ગુજરાત કરી રહ્યો છે.

'લાલા પરમારની આ મનોવ્યથાને સરકારની નિષ્ફળતા છે. એક રાષ્ટ્રીય ચેમ્પિયનને આ રીતે માર્ગ પર લારીમાં લીલા નાળિયેર વહેંચીને જીવન નિર્વાહ કરવું પડે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકારે તાકીદે આવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. રાષ્ટ્રીય ચેમ્પિયન લાલા પરમારે પણ ગુજરાતના ખેલાડીઓ પ્રત્યે સરકારનું વલણ ખાસ કરીને સરકારી વિભાગોમાં કામ આપવાને લઈને ખૂબ જ નબળું જોવા મળે છે.' -ડો.જયદીપ પાદરીયા, ગ્રાહક

રાષ્ટ્રીય ચેમ્પિયનની દુર્દશા: કોઈપણ રમતગમતના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીઓની બોલબાલા અને તેનો દબદબો જોવા મળતો હોય છે પરંતુ જૂનાગઢમાં જાણે કે દીવા તળે અંધારું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. પાછલા પાંચ વર્ષથી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના રાષ્ટ્રીય વિજેતા લાલા પરમાર આજે પોતાના પરિવારના સભ્યોનુ જીવન નિર્વાહ કરવા માટે ભવનાથની તળેટીમાં લીલા નાળિયેર વહેંચીને પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે. ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી અને લીલી પરિક્રમાના સમયમાં પ્રવાસીઓ આવતા હોય છે જેથી આ સમય દરમિયાન તે લીલા નાળિયેરનુ વેચાણ કરીને પરિવારને આર્થિક રીતે સહાયતા કરી રહ્યો છે. રાષ્ટ્રીય ચેમ્પિયન હોવા છતાં પણ સરકારી નોકરી માટે તેનુ પ્રમાણપત્ર અયોગ્ય માનવામાં આવે છે.

સરકારની ઉદાસીનતા: રમત ગમતના ક્ષેત્રમાં કોઈપણ રાજ્યના રાષ્ટ્રીય ચેમ્પિયનને જેતે સરકારો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે તે મુજબ દરેક ચેમ્પિયનની યોગ્યતા અને તેની આવડતને અનુરૂપ સરકારી વિભાગોમાં બ્રાન્ડ એમ્બેસેડરના ભાગરૂપે પણ નોકરી આપવામાં આવતી હોય છે. ક્રિકેટ સહિત અન્ય રમત ગમતના ક્ષેત્રમાં ઉજ્જવળ દેખાવ કરનાર અનેક ખેલાડીઓ આજે પણ સરકારી વિભાગમાં કામ કરી રહ્યા છે જેને કારણે જેતે રાજ્યના ખેલાડીઓ રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવતા હોય છે પરંતુ ગુજરાતમાં આજે પણ રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીઓને સરકારી વિભાગમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોકરી કે અન્ય કામ આપવામાં આવતું નથી સરકારની આ ઉદાસીનતા હોય તે પ્રમાણે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનુ રાષ્ટ્રીય પ્રમાણપત્ર અન્ય કોઈ પણ જગ્યા પર નોકરી મેળવવા માટે લાયક પણ ગણવામાં આવતું નથી.

  1. Banaskantha News: બટાકાની વાવણી માટે ખેડૂતે વસાવ્યું નેધરલેન્ડનું પ્લાન્ટર મશિન, આ મશિનના ફાયદા અને વિશિષ્ટતાઓ વિશે વાંચો વિગતવાર
  2. Kutch Tourism 2023: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા...પ્રવાસીઓનું ઉમટ્યું ઘોડાપુર, દિવાળી વેકેશનમાં કચ્છ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.