ETV Bharat / state

લૉકડાઉનનો સદુપયોગ કરતા લોકોએ પરિવાર સાથે કાદવ થેરાપીની માણી અનોખી મોજ

લૉકડાઉનને લઈને પ્રાચીન ભારતની કેટલીક અમૂલ્ય પરંતુ વર્તમાન સમયમાં વિસરાઈ ગયેલી પરંપરાઓ લોકોમાં જાગૃત થઇ રહી છે. જેમ કે ભારતની પ્રાચીન ધાર્મિક પરંપરા, યોગ અને પ્રાણાયામ, કલા વારસો, ખોરાક રાંધવાની કેટલીક પદ્ધતિઓ તેમ જ વિવિધ રોગો સામે રક્ષણ આપતી કે મુક્તિ અપાવતી કેટલીક પ્રાચીન થેરાપી તો આજે આપણે વાત કરીશું મડ એટલે કે કાદવથી સ્નાન કરવાની થેરાપીની...

author img

By

Published : May 11, 2020, 6:32 PM IST

લૉક ડાઉનનો સદ્ઉપયોગ કરતાં કેટલાકે પરિવાર સાથે માણી કાદવ થેરાપીની અનોખી મોજ

જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વ આજે તાળાબંધીમાં જોવા મળી રહ્યું છે. કોરોનાની મારકતા સામે લાચારીથી સૌ "જાન હે તો જહાંન હે" નું સૂત્ર અપનાવી પોતાના ઘરોમાં દોઢ મહિનાથી કેદ થઈને પડ્યાં છે. આવા સંકટના પરંતુ કૈક અંશે ફુરસદના સમયમાં દરેક ઘરમાં કેટલુંક નવું આયોજન થઇ રહ્યું છે. કેટલાક આરોગ્યને લઈને યોગ અને પ્રાણાયામ અપનાવી રહ્યાં છે તો કેટલાક લોકો ઇન્ડોર ગેમ રમીને સમય પસાર કરી રહ્યાં છે. આવા સમયમાં કેટલાક લોકો ભારતની પ્રાચીન કહી શકાય તેવી "મડ" એટલે કે "કાદવ થેરાપી" થકી તેમનું અને તેમના પરિવારનું આરોગ્ય સાચવી રહ્યાં છે.

પ્રાચીન ભારતમાં કાદવ દ્વારા સ્નાન કરી કેટલાક રોગોથી મુક્તિ મેળવવામાં આવતી હતી. આજે કાદવ દ્વારા સ્નાન કરીને રોગને ભગાવવાની પદ્ધતિ જોવી ખૂબ જ મુશ્કેલ છે પણ કેટલાંક ગામડાઓમાં માટીથી લીપણ કરેલા ઘરો આજે પણ જોવા મળશે. તે પણ કાદવ થેરાપીનો એક ભાગ છે. વિશ્વના અને ખાસ કરીને યુરોપના દેશોમાં "મડ ફેસ્ટિવલ" એટલે કે "કાદવ તહેવાર"આજેય મનાવવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાઈને ભરપૂર આનંદ માણે છે.

હવે જ્યારે દેશની સાથે ગુજરાત અને જૂનાગઢમાં પણ લૉકડાઉનનો અમલ થઇ રહ્યો છે ત્યારે કેટલાક લોકો ભારતની પ્રાચીન પરંપરાઓ આજે ફરી જાગૃત કરી રહ્યાં છે. લોક ડાઉન બાદ કોરોના સામે આપણે કેટલી જાગૃતિ દર્શાવી શક્યાં છીએ તે આવનારો સમય બતાવશે પરંતુ આ સમયમાં ભારતની જમીનમાં ધરબાયેલી પ્રાચીન અને ઉપયોગી પરંપરાઓ જાગૃત થઇ રહી છે તેને લૉક ડાઉનની શોધ સાથે સરખાવી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.