ETV Bharat / state

કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

author img

By

Published : May 26, 2021, 2:26 PM IST

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ગત દિવસ દરમિયાન મોબાઈલ અને બાઈક ચોરીની બે અલગ અલગ ઘટના પ્રકાશમાં આવી હતી પોલીસે CCTV કેમેરામાં કેદ થયેલા મોબાઇલ અને બાઇક ચોર ને ફરિયાદને આધારે પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે

કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ
કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

  • જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મોબાઇલ અને બાઈક ચોરીની ઘટના
  • મોબાઈલ અને બાઇક ચોર બંને ઘટનાઓમાં CCTV કેમેરામાં થયા
  • કેશોદ પોલીસે બંને ફરિયાદને આધારે બાઈક અને મોબાઇલની ચોરને પકડવા ચક્રો કર્યા ગતિમાન

જૂનાગઢ: કેશોદ શહેરમાં ગત દિવસ દરમિયાન મોબાઇલ અને બે બાઈકની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. બંને કિસ્સામાં મોબાઈલને બાઈકના માલિકોએ પોતાનો મોબાઇલ ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંને કિસ્સામાં CCTV કેમેરામાં કેદ મોબાઈલ અને બાઇક ચોરને પકડી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં મોબાઈલ અને બે બાઈક ચોરીની ઘટનાને લઇને કેશોદના રહિશોમાં પણ હવે ચિંતા જોવા મળી રહી છે. જે પ્રકારે ચોરીની ઘટના બન્યા બાદ CCTV સામે આવતા મોબાઈલ અને બાઈકના માલિકો પોતાના કિમતી મોબાઈલ અને બાઈકની ચોરીને અટકાવવાને લઇને ચિંતિત બની શકે છે.

આ પણ વાંચો: બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું

બંને ઘટનામાં મૂળ માલિકો દ્વારા ફરિયાદ કરાતા પોલીસે હાથ ધરી તપાસ

કેશોદના શીવ સેલ્સ દુકાનમાં ગ્રાહક કોઈ ખરીદી કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમની પાસેથી એક કિશોર પસાર થઈને પોતાના શર્ટના ખિસ્સામાં રાખેલો મોબાઇલ ચોરી કરીને ત્યાંથી નાસી જવામાં સફળ થયો હતો. બીજી તરફ ST બસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલા બાઇકની ચોરી કરતો યુવાન પણ નજરે પડી રહ્યો છે. જે CCTVમાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. ચોરીની આ બંને ઘટના CCTVમાં કેદ થાય છે. જેને લઇને કેશોદ શહેરમાં મોબાઈલને બાઈક ચોર ગેંગ સક્રિય બની હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી. જેને લઇને બાઇક અને મોબાઈલ ધારકોમાં પણ હવે પોતાના સાધનોને સુરક્ષિત રાખવાને લઈને નવી ચિંતા પ્રવર્તી શકે છે.

આ પણ વાંચો: જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામના આંબાવાડિયામાં કેરીની ચોરી થઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.