ETV Bharat / state

જૂનાગઢઃ સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ગુમ થયેલા લેબ ટેક્નિશિયનને ગણતરીના ક્લાકોમાં પોલીસે શોધી કાઢ્યો - junagadh police

જૂનાગઢમાં આવેલી સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં લેબ ટેક્નિશિન તરીકે ફરજ બજાવતા મીરાર્થ સોલંકી તણાવગ્રસ્ત અવસ્થામાં ચાલુ નોકરીએથી ગુમ થઈ ગયો હતો. પ્રયોગશાળાના મદદનીશ નિયામક દ્વારા જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને પગલે જૂનાગઢ પોલીસે સીસીટીવી અને નેત્રમની મદદથી ગુમ થયેલા કર્મચારીને ગણતરીની ક્લાકોમાં જૂનાગઢ ધોરાજીના ધોરીમાર્ગ પરથી શોધી કાઢવામાં સફળતા મળી હતી.

સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ગુમ થયેલા લેબ ટેક્નિશિયનને ગણતરીની કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો

author img

By

Published : May 7, 2021, 2:23 PM IST

  • તણાવને કારણે સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો કર્મચારી થયો ગુમ
  • મીરાર્થ સોલંકી તણાવગ્રસ્ત અવસ્થામાં ચાલુ નોકરીએ થયો ગુમ
  • પોલીસે ગુમ કર્મચારીને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો

જૂનાગઢઃ સરદાર બાગ વિસ્તારમાં આવેલા સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો લેબ ટેક્નિશિયન મીરાર્થ સોલંકી ચાલુ નોકરી દરમિયાન તણાવગ્રસ્ત બનવાને કારણે ઓફિસમાંથી ગુમ થઈ ગયો હતો. જેની વિજ્ઞાન પ્રયોગ શાળાના મદદનીશ નિયામક વિશાલ પરમાર દ્વારા ગુમ થયેલા કર્મચારીના પરિવારને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો

જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કર્મચારી ચાલુ નોકરી દરમિયાન ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ

તમામ લોકોએ સાથે મળીને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કર્મચારી ચાલુ નોકરી દરમિયાન ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુમ લેબ આસિસ્ટન્ટને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

પોલીસે સીસીટીવી કેમેરા અને નેત્રમ સોફ્ટવેરની મદદથી ગુમ કર્મચારીને શોધી કાઢ્યો

કર્મચારી ચાલુ નોકરી દરમિયાન ગુમ થઈ જતા પોલીસે પણ તાબડતોબ કર્મચારીને શોધવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સર્વપ્રથમ સીસીટીવીને આધારે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુમ થયેલા લેબ આસિસ્ટન્ટ મિરાર્થ સોલંકીને ઓફિસમાંથી નીકળી જૂનાગઢ સાબલપુર ચોકડીથી ધોરાજી તરફ ગયાના પુરાવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે ચાર ઇસમોની દેશી હાથ બનાવટના હથિયાર સાથે ધરપકડ કરી

જૂનાગઢ પોલીસે ધોરાજી માર્ગ પરથી મિરાર્થ સોલંકીને શોધી કાઢ્યો હતો

પોલીસે મિરાર્થ પાસે રહેલો બંધ મોબાઇલ ફોનનો નેટવર્ક નેત્રમ સોફ્ટવેર મારફતે સર્ચ કરીને તપાસ કરતા તે ધોરાજી નજીક ચાલતો પહોંચી ગયો હોવાની વિગતો પોલીસને મળી હતી. ત્યારે જૂનાગઢ પોલીસે ધોરાજી માર્ગ પરથી મિરાર્થ સોલંકીને શોધી કાઢ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેમને તણાવગ્રસ્ત અવસ્થામાં ઓફિસ છોડી હોવાનુ પોલીસને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.