જૂનાગઢઃ લોકડાઉન હોવા છતાં કેશોદ નજીકના અગતરાય ગામે બંધ શિવશક્તિ મીલમાંથી ઇગ્લીંશ દારૂનો મોટો જથ્થો પકડાતા બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે. જૂનાગઢ LCBએ ચોક્કસ બાતમીના આધારે લાખોનો વિદેશી દારૂ પકડી પડ્યો હતો. જેને પગલે કેશોદમાં દરેક બોર્ડર પર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. લાખોનો દારૂ પકડાયા બાદ બુટલેગરો રફુચક્કર થઈ જતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
![કેશાેદમાં દારૂનાે માેટાે જથ્થાે ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6838749_thu.png)