જયારે માંગરોળ તાલુકાના 17 ગામો જે દરિયાની અત્યંત નજીક હોય જેથી NDRFની 3 ટીમો તૈનાત કરાઇ છે. જેમણે પણ આજે 17 ગામોનું નિરીક્ષણ કર્યુ હતું અને આવનારી ગમે તેવી પરિસ્થીતીને પહોંચી વળવા તંત્ર સજજ થયું છે. ખાસ કરીને જોઇએ તો આરોગ્ય વિભાગ દ્વારા 17 ગામોમાં 48 જેટલી સગર્ભા મહીલાઓને સરકારી હોસ્પીટલ ખાતે સીફ્ટ કરી દેવાની તૈયારીના ભાગરૂપે આજે 9 મહીલાઓને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી દેવાઇ છે.
જયારે આજે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા જેવી આપત્તિમાં શું કરવું તેની જાણકારી આપાઇ હતી અને સરપંચ સાથે મુલકાત કરી હતી. ખાસ કરીને હાલની પરિસ્થીતીની જો વાત કરવામાં આવે તો દરિયામાં કરંટ જોવા મળી રહયો છે. ત્યારે તંત્ર દ્વારા તમામ ગામોની મુલાકાત કરાઇ હતી.