- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ શરૂ
- પ્રતિદિન 3થી 4 હજાર બોક્સની આવક થઈ રહી છે
- ગત વર્ષની સરખામણીએ આવક અને બજાર ભાવમાં જોવા મળ્યો ઘટાડો
જૂનાગઢઃ માર્કેટિંગ યાર્ડમાં ધીમા પગલે કેસર કેરીની આવક હવે શરૂ થતી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આવકનું પ્રમાણ વધુ થતું જોવા મળશે. 15 દિવસ પહેલા યાર્ડમાં 100 જેટલા કેરીના બોક્સની આવક થઇ હતી. જેમાં ઉત્તરોત્તર વધારો થતાં આવક આજે પ્રતિદિન 3થી 4 હજાર બોક્સ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવક અને બજાર ભાવને લઇને ખેડૂતોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક અને બજાર ભાવમાં ઘટાડો
ગત વર્ષે કેસર કેરીની આવક ખૂબ જ મર્યાદિત બની હતી
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે પણ કેસર કેરીની આવક ખૂબ જ મર્યાદિત બની હતી. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે પણ કેસર કેરીની આવક ખૂબ જ મર્યાદિત બની હતી. જેને કારણે ખેડૂતોમાં થોડી નારાજગી જોવા મળી હતી. ત્યારે ફરી એક વખત આ વર્ષે પણ કોરોના વાઈરસે માથુ ઉંચકતા કેસર કેરીની આવક અને તેના બજાર ભાવો પણ આ વર્ષે પણ નીચા મથાળેથી ખુલી રહ્યા છે. જે નુકસાની ખેડૂતોને થઈ રહી છે.
આ પણ વાંચોઃ તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત
ગત વર્ષે પ્રતિ 10 કિલોના 1,500થી લઇને 2,000સુધીના ભાવ હતા
માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે પ્રતિ 10 કિલોના 1,500થી લઇને 2,000સુધી ભાવ જોવા મળતા કેસર કેરીની આવક શરૂ થતાની સાથે જ બજાર ભાવો નીચા મથાળેથી ખુલી રહ્યા છે. એક્સપોર્ટ ક્વોલિટીના કેસર કેરીના બજાર ભાવ હાલ 1,000થી લઇને 1,200રૂપિયા પ્રતિ 10 કિલોના જોવા મળી રહ્યા છે. જે ગત વર્ષે પ્રતિ 10 કિલોના 1,500થી લઇને 2,000સુધી જોવા મળતા હતા.