કેશોદ: જો તમે સ્વાદનો ચસ્કો ધરાવો છો અને નિયમિત પણે બહાર રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે જઈ રહ્યા છો તો વાયરલ વીડિયો તમારી આંખો ખોલી શકે છે. કેશોદ નજીક એક રેસ્ટોરન્ટની પ્લેટમાં મરેલો કાન ખજુરો જોવા મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભોજન લેનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટના સંચાલક સામે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી પરંતુ આ વિડીયો સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે. આ વીડિયો અને રેસ્ટોરન્ટને લઈને ETV ભારત તેમનું અનુમોદન આપતું નથી.
સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો: સ્વાદના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો જુનાગઢ જિલ્લાના કેશોદમાંથી સામે આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં એક ગ્રાહક ખાવાની પ્લેટમાં કાન ખજુરો જોવા મળે છે તેની સાથે રેસ્ટોરન્ટના સંચાલક સામે ફરિયાદ કરતા જોવા મળે છે જેમાં રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવેલા ભોજનની પ્લેટમાં કાન ખજુરો જોવા મળે છે. જેની ફરિયાદ ભોજન લેનાર વ્યક્તિ રેસ્ટોરન્ટના કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રેસ્ટોરન્ટ અને ભોજનની પ્લેટમાં જોવા મળતા કાન ખજૂરા સાથે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે સ્વાદના શોખીનો માટે મુશ્કેલી ન સર્જે તેના માટે સમાચાર રૂપે પ્રસ્તુત કરી રહ્યું છે પરંતુ ETV ભારત રેસ્ટોરન્ટ અને તેમા મળતા ભોજનને લઈને તેમનું કોઈ અનુમોદન આપતું નથી.
આ પણ વાંચો Ahmedabad Crime News : અમદાવાદના નરોડામાં એસઆરપી જવાન ચેઈન સ્નેચિંગ કરતો ઝડપાયો
સ્વાદનો ચસકો આરોગ્ય માટે ખતરો: સ્વાદનો ચસ્કો કોઈપણ વ્યક્તિના આરોગ્ય માટે ખતરો સાબિત થઈ શકે છે જે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. અગાઉ પણ અનેક કિસ્સાઓમાં વંદા ગરોળી જીવાત સહિત અનેક અખાદ્ય જીવો ખોરાકની તૈયાર પ્લેટમાં જોવા મળ્યાના કિસ્સા સામે આવ્યા છે. આજનો કિસ્સો સ્વાદના શોખીનો માટે આંખ ખોલી નાખતો કિસ્સો છે. રેસ્ટોરન્ટમાં ભોજન બનાવવાથી લઈને કોઈપણ પ્રકારની તકેદારી કે સાવચેતી રાખવામાં આવતી નથી તેમજ અખાત્ય ચીજો પણ ખાવાની તૈયાર પ્લેટમાં સ્વાદના શોખીનો માટે પીરસાઈ રહી છે તે સ્પષ્ટ કરે છે અખાદ્ય જીવોની સાથે કેટલાક આરોગ્યને નુકસાનકારક રસાયણો પણ ખૂબ મોટા પ્રમાણમાં રેસ્ટોરન્ટના કેટલાક સંચાલકો ઉપયોગ કરી રહ્યા છે જેને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ભોજનની તૈયારી પ્લેટમાં મરેલો કાન ખજુરો સૌ કોઈની આંખ ખોલી નાખે છે અમે ફરી વખત કહી રહ્યા છે કે રેસ્ટોરન્ટ અને ભોજનની પ્લેટમાં મળેલો કાન ખજુરો તેને ETV ભારત અનુમોદન આપતું નથી.
આ પણ વાંચો Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો