ETV Bharat / state

કામદાર એકતા યુનિયને વિવિધ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન - જૂનાગઢ સમાચાર

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને ખાનગીકરણ કરીને અન્ય વ્યક્તિઓના હાથમાં સોંપી દેવાની જે પ્રથા શરૂ કરવામાં આવી છે, જેના વિરોધમાં જૂનાગઢ કામદાર એકતા યુનિયનને આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

કામદાર એકતા યુનિયન
કામદાર એકતા યુનિયન
author img

By

Published : Mar 15, 2021, 5:32 PM IST

  • સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે અપાયું આવેદનપત્ર
  • કામદાર એકતા યુનિયન દ્વારા સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવાનો પણ વ્યક્ત કર્યો વિરોધ
  • કામદાર એકતા યુનિયને સતત વધતી મોંઘવારી અને સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરવાનો કર્યો વિરોધ

જૂનાગઢ : સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધારાના વિરોધમાં કામદાર એકતા યુનિયન દ્વારા સોમવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં માગ કરવામાં આવી છે કે, પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કાબૂમાં લેવામાં આવે તેમજ દેશની ગરીબ જનતાને મોંઘવારીના કાળચક્રમાંથી કેન્દ્ર સરકાર બહાર કાઢે તેવી માગ કરવામાં આવી છે. આ આવેદન પત્ર જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.

કામદાર એકતા યુનિયને વિવિધ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન

આ પણ વાંચો - EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ

સરકારી સંસ્થાનો ખાનગીકરણનો વિરોધ કરતું કામદાર એકતા યુનિયન

ગત કેટલાક વર્ષોથી દેશની સરકારી સંસ્થાઓનું સતત ખાનગીકરણ થઇ રહ્યું છે. સરકારી સંસ્થાઓનું સંચાલન કેન્દ્ર સરકાર ખાનગી હાથોમાં આપી રહી છે, જેને કારણે આવી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ તાકીદે રોકે તેવી પણ માગ આવેદનમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદીઓએ મોંઘવારી અંગે શું કહ્યું?

કેન્દ્રની સરકાર નાના કર્મચારીઓને પણ હવે અંધકારમાં ધકેલી રહી છે - કામદાર એકતા યુનિયન

ગત પાંચ-સાત વર્ષોથી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવ સતત વધી રહ્યા છે, તેવી પરિસ્થિતિમાં ગરીબ વર્ગ ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરીને કેન્દ્રની સરકાર નાના કર્મચારીઓને પણ હવે અંધકારમાં ધકેલી રહી છે, તેવો આક્ષેપ કામદાર એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે તાકીદે રાંધણગેસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પરત ખેંચવા માટે અને દેશની સરકારી સંસ્થાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે તેવી માગ કામદાર એકતા યુનિયન દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો - પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારા અંગે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.