જૂનાગઢ: રાજ્યના 200 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1થી 16 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેશોદ નજીકના સુત્રેજ ગામમાં ગત રાત્રિથી ફસાયેલા બે ખેડૂતોને હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરાયા હતા.
હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ: કેશોદ તાલુકાના સુત્રેજ ગામના બે ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરે હતા ત્યારે અચાનક આવેલા પૂરના પાણીને કારણે ખેડૂતો પૂરમાં ફસાયા હતા. વહેલી સવારે તેઓ જીવ બચાવવા માટે વીજળીના થાંભલા પર ચડી જઈને તેમની પાસે રહેલા ટેલિફોનની મદદથી તેઓ પૂરમાં ફસાયા છે તેવી જાણ કરી હતી. પરિવારજનોએ તાલુકા વહીવટી તંત્રનો સંપર્ક કર્યો. ત્યારબાદ એનડીઆરએફની ટીમે પુરમાં ફસાયેલા બંને ખેડૂતોને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યા હતા. પરંતુ ખૂબ જ પરિસ્થિતિમાં ફસાયેલા આ બંને ખેડૂતોને બચાવવા માટે એનડીઆરએફને પણ નિષ્ફળતા મળતા અંતે ખેડૂતોને બહાર કાઢવા માટે એરલિફ્ટ કરવાનો નિર્ણય કરાયો હતો.
10 કલાકની મહેનત બાદ ખેડૂતો સુરક્ષિત: બંને ખેડૂતો છેલ્લા આઠેક કલાકથી વીજ થાંભલા ઉપર ચીપકીને ઉભા હતા. પૂરના પાણીથી વીજળીના થાંભલા પર જીવ બચાવવા માટે ચડેલા બંને ખેડૂતોને 10 કલાકની ભારે જહમત બાદ બચાવી લેવામાં આવ્યા છે. કેશોદ પ્રાંત અધિકારી કિશન ગરચરે ફસાયેલા બંને ખેડૂતોને એરલિફ્ટ કરવા માટે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાનો સંપર્ક કરતા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર એરબેઝ ખાતે બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર સેવાની મદદ માગવામાં આવી હતી. હેલિકોપ્ટર આવતાની સાથે જ ગત રાત્રિથી પૂરના પાણીમાં ફસાયેલા બંને ખેડૂતોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
પુલ ધરાસાયી: ભારે વરસાદને પગલે કેશોદ નજીક ખમીદાણા ગામ પાસેનો સ્થાનિક પુલ ધરાસાયી થતા ખમીદાણાનો સંપર્ક કેશોદ સાથે તૂટી ગયો હતો. છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ પડ્યો છે. ઓઝત વિયર ડેમ છલકાતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે