ETV Bharat / state

જુનાગઢના રાવણાની સમગ્ર દેશમાં વધી માંગ, ખરીદી માટે વેપારીઓ હરોળમાં લાગ્યા - Gujarat

જુનાગઢ : વંથલી પંથક તથા જુનાગઢમાં થતા રાવણાની સમગ્ર દેશમાં માંગ વધી રહી છે, તો આ રાવણાની ખરીદી માટે સમગ્ર દેશમાંથી વેપારીઓ આવી રહ્યા છે. જેમાં દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ જુનાગઢ આવીને રાવણાની ખરીદી કરી રહ્યા છે.

જૂનાગઢના રાવણાની સમગ્ર દેશમાં વધી માંગ
author img

By

Published : May 20, 2019, 10:58 AM IST

જુનાગઢ અને વંથલી પંથકમાં પાકતી કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે ત્યારે આ જ વિસ્તારમાં પાક તો બીજો પાક એટલે રાવણાની પણ સમગ્ર દેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. આ ફળની ખરીદી માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી વપારીઓ જૂનાગઢ અને વંથલી પંથકમાં પાકતા રાવણાની ખરીદી માટે આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણાના બજાર ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેને લઇને ખેડૂતોને સારુ મૂલ્ય મળે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે.

જુનાગઢ, ગીર અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે જેને લઇને આ વિસ્તારમાં કેરીની ખેતીની સાથે અન્ય ફળ પાકની પણ ખેતી છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે. કેરી બાદ આ વિસ્તારને એક નવી ઓળખ આપતું હોય તો તે રાવણા છે. રાવણાની ખેતી વંથલી અને જુનાગઢ પંથકમાં થતા રાવણાની સમગ્ર દેશમાં ભારે ડિમાન્ડ છે, જેને કારણે વંથલી અને જુનાગઢના રાવણાની દેશના પંજાબ, દિલ્હી ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત પૂર્વનાં રાજ્યોમાં ભારે માંગ છે.

જૂનાગઢના રાવણાની સમગ્ર દેશમાં વધી માંગ

વંથલી પંથકમાં પાકતા રાવણા ખાસ કરીને તેના આકાર અને તેના સ્વાદને લઈને બધાથી અલગ તરી આવે છે, તેથી જ દિલ્હીના મોટા વેપારીઓ દિલ્હીથી વંથલી આવીને એક મહિના સુધી વંથલીમાં રોકાણ કરે છે અને જ્યા સુધી રાવણાની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી તમામ રાવણાની ખરીદી કરે છે જે બાદ આ રાવણાને દિલ્હી તથા ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં મોકલે છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણનો પાક પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે. તો રાવણાના બજાર ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે રાવણાના બજાર ભાવ 150 રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાયા હતા. તે જ રાવણાની શરૂઆતની આજની બજાર કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો થી લઈને 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેનું વેચાણ થઇ રહ્યું છે, જેને લઇને ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવો મળતા ખેડૂતો પણ ખુશ છે.

વંથલી પંથકમાં ફળપાક તરીકે કેરી, ચીકુ બાદ રાવણા મોખરાનું સ્થાન ધરાવે છે. રાવણાની ખેતી મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત ખેડૂતો કરતા હોય છે તેમ છતાં અહીંના રાવણાની છેક દિલ્હી સુધી માંગ છે. જેના કારણે દિલ્હી સહિત પૂર્વ ભારતના રાજ્યોના મોટા ફળના વેપારીઓ વંથલી સુધી આવીને વંથલીના રાવણાની ખરીદી કરે છે અને દેશનાં અન્ય રાજ્યોમાં તેનો વેચાણ કરે છે.

Intro:જૂનાગઢ અને વંથલી પંથકમાં થતા રાવણાની સમગ્ર દેશમાં જોવા મળી રહી છે માં દિલ્હી પંજાબ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ જૂનાગઢ આવીને રાવણાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે

Body:જૂનાગઢ અને વંથલી પંથકમાં પાકતી કેરી સમગ્ર વિશ્વમાં માંગ છે ત્યારે આ જ વિસ્તારમાં પાક તો બીજો પાક એટલે રાવણા રાવણાની સમગ્ર દેશમાં ભારે માંગ જોવા મળી રહી છે દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં જૂનાગઢ અને વંથલી પંથકમાં પાકતા રાવણાની ડીમાન્ડ છે જેને લઇને દિલ્હી સુધીના વેપારીઓ વંથલી આવીને રાવણાની ખરીદી કરતા હોય છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણા ના બજાર ભાવ માં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે જેને લઇને ખેડૂતોને સારુ આર્થિક હુડીયામણ મળે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે

જુનાગઢ ગીર અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરીની સમગ્ર વિશ્વમાં માંગ છે જેને લઇને આ વિસ્તારમાં કેરીની ખેતીની સાથે અન્ય ફળ પાકની પણ ખેતી છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે કેરી બાદ આ વિસ્તારને એક નવી ઓળખ તો કોઈ ફળપાક હોય તો તે છે રાવણા ની ખેતી વંથલી અને જૂનાગઢ પંથકમાં થતા રાવણાની સમગ્ર દેશમાં ભારે ડિમાન્ડ છે જેને કારણે વંથલી અને જૂનાગઢના રાવણાની દેશના પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા સહિત પૂર્વનાં રાજ્યોમાં ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે વંથલી પંથકમાં પાકતું રાવણું ખાસ કરીને તેના આકાર અને તેના સ્વાદને લઈને બધાથી અલગ તરી આવે છે માટે દિલ્હીના મોટા વેપારીઓ દિલ્હીથી વંથલી આવીને એક મહિના સુધી વંથલીમાં રોકાણ કરીને જ્યા સુધી રાવણાની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી તમામ રાવણાની ખરીદી કરીને વંથલીમાં પાક રાવણા દિલ્હી અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણનો પાક પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણા ના બજાર ભાવોમાં પણ ખાસ્સો ઉછાળો જોવા મળી રહ્યો છે ગત વર્ષે રાવણા ના બજાર ભાવ 150 રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય હતા તે જ રાવણાની શરૂઆતની આજની બજાર કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો થી લઈને એક હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે રાવણા નું વેચાણ થયું છે જેને લઇને ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવો મળતા ખેડૂતો પણ ખુશી ખુશી જોવા મળી રહ્યા છે વંથલી પંથકમાં ફળપાક તરીકે કેરી ચીકુ બાદ રાવણાં મોખરાનું સ્થાન ધરાવે છે રાવણા ની ખેતી મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત ખેડૂતો કરતા હોય છે તેમ છતાં અહીંના રાવણાની છેક દિલ્હી સુધી માંગ જોવા મળી રહી છે જેના કારણે દિલ્હી સહિત પૂર્વ ભારતના રાજ્યોના મોટા ફળના વેપારીઓ વંથલી સુધી આવીને વંથલીના રાવણાની ખરીદી કરી અને દેશનાં અન્ય રાજ્યોમાં તેને વેચાણ અર્થે મોકલે છે

બાઈટ _01 સિકંદર,ફળના વેપારી દિલ્લી

બાઈટ _02 કરશનભાઈ ખેડુત વંથલી

Conclusion:સૌરાષ્ટ્રમાં રાવણાના નામે પ્રખ્યાત દેશના અન્ય રાજ્યોમાં કાળા જાંબુ થી ઓળખાતા રાવણાની ખેતી ખેડૂતોને આ વર્ષે માલામાલ કરશે તો લાગી રહ્યું છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.