જૂનાગઢ : જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વરસાદ, વાવાઝોડુંને લઈને આગાહીકારો માટેના એક પરિસંવાદનું આયોજન છેલ્લા 29 વર્ષથી થતું આવ્યું છે. ત્યારે ફરી એકવાર જુનાગઢ ખાતે 29મો વાર્ષિક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં વર્ષા વિજ્ઞાન સાથે જોડાયેલા દેશી આગાહીકારો પરિસંવાદમાં હાજર રહીને વરસાદ અને વાવાઝોડાને લઈને કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર તેમના દ્વારા કરવામાં આવેલા પુર્વાનુમાનો આગાહીના રૂપમાં વ્યક્ત કરતા હોય છે.
આ વખતે વનસ્પતિઓમાં જોવા મળતા કુદરતી સંકેતો, આકાશમાં બંધાયેલા ગર્ભને લઈને વરસાદ અંગે ચોમાસું સાર્વત્રિક નહીં હોય. કેટલાક વિસ્તારમાં સારો તો કેટલાક વિસ્તારમાં જરૂર કરતાં ઓછો વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓ સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગરમાં વરસાદનું પ્રમાણ સવિશેષ રહેશે તેમજ અન્ય જિલ્લાઓમાં વરસાદની ખેંચ પણ વર્તાશે. - મોહન દલસાણીયા (દેશી આગાહીકાર)
પાછતર વરસાદની શક્યતા : દેશી આગાહીકારો દ્વારા કુદરતમાંથી મળતા સંકેતોને આધારે ચોમાસુ દરમિયાન થતો વરસાદ તેમજ વાવાઝોડાને લઈને આગાહીકારો દ્વારા પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવતું હોય છે. જેમાં પશુ-પક્ષીની ચેષ્ટા અને તેનું સ્થળાંતર જમીન પર જોવા મળતા રાફડાઓ, લીંબોળી, બોર, કેરીનું આવરણ અને તેનો પાક આકાશમાં બંધાતા ગર્ભને લઈને પણ દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારો વરસાદ અને વાવાઝોડાને લઈને પુરવાનું મન રજૂ કરતા હોય છે.
સમઢીયાળાના રાજાણીએ વ્યક્ત કરી શક્યતા : છેલ્લા 25 વર્ષથી કુદરતી સંકેતોને ધ્યાને લઈને આગાહી કરતા સમઢીયાળાના પી.જી. રાજાણી આ વખતના ચોમાસામાં વરસાદ મોડો પડશે તેમજ સમગ્ર ચોમાસા દરમિયાન 40થી 48 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સપ્ટેમ્બર માસમાં કોઈ વાવાઝોડાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ વર્ષે ઉનાળામાં ઠંડીનું પ્રમાણ વધુ રહેવાથી પણ માવઠાનું પ્રમાણ જોવા મળતું હતું. જેને કારણે ચોમાસાના વરસાદનું આગમન અપેક્ષાકૃત દિવસો કરતા મોડું થવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.