જૂનાગઢઃ જૂનાગઢ પોલીસ વૃદ્ધ દંપતિની લાકડી બની છે. જુનાગઢ આવેલા દેવળિયા દંપતી શરત ચૂકથી ઓટોરિક્ષામાં બે લાખ 32 હજાર રોકડ અને એક લાખ 18 હજારના દાગીના ભરેલી થેલી ભૂલી ગયા હતા. પોલીસે નેત્રમ શાખાના સહયોગથી રીક્ષામાં ભુલાયેલી થેલીને પરત આપીને પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરી છે. આમ સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે.
મહત્ત્વની કામગીરીઃ આ ઉક્તિને જુનાગઢ પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી છે. જુનાગઢ આવેલા વયોવૃદ્ધ દંપતિ ભાણજીભાઈ અને તેમના પત્ની શરત ચૂક થી ઓટોરિક્ષામાં 03 લાખ 50 હજાર કરતાં વધુનો મુદ્દામાલ ભૂલીને ઉતરી ગયા હતા. રિક્ષા માંથી ઉતર્યા બાદ ઘરે પહોંચ્યા ત્યારે દંપતીને મરણ મૂડી સમાન થેલી ક્યાંક ગુમ થઈ ગઈ છે. જેનો અણસાર આવતા જ પોલીસનો સંપર્ક કરાયો હતો. જુનાગઢની નેત્રમ શાખામાં ફરજ બજાવતા પી.એસ.આઇ જતીન મશરૂ અને તેમના સ્ટાફ દ્વારા સીસીટીવી સર્વેલન્સ બાદ ગુમ થયેલી થેલીને વૃદ્ધ દંપતીને પરત અપાવી હતી
સીસીટીવી થયા ઉપયોગીઃ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ શાખા દ્વારા સંચાલિત થાય છે. વૃદ્ધ દંપતિની ફરિયાદને આધારે નેત્રમ શાખા દ્વારા રિક્ષાના સીસીટીવી સર્વેન્સને આધારે વૃદ્ધ દંપતિએ જે રીક્ષામાં સફર કરી હતી. તે GJ-34 W0712 નંબરની રીક્ષા બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જે વિગત મળતા પોલીસે આ વિસ્તાર માંથી રીક્ષા શોધી કાઢી હતી.
રિક્ષા ચાલકની પૂછપરછઃ જેના ડ્રાઇવર અતુલભાઇ વાઘેલાની પૂછપરછ કરતા વૃદ્ધ દંપતિ જે થેલીને રીક્ષામાં સરતચૂકથી ભૂલીને ઉતરી ગયા હતા. તે થેલી રિક્ષામાં જ પડેલી જોવા મળી હતી. જેને લઇને વૃદ્ધ દંપત્તિમાં ભારે ખુશી જોવા મળી હતી. રિક્ષામાંથી મળેલી થેલી નેત્રમ શાખાના પીએસઆઇ જતીન મશરુ અને અન્ય કર્મચારીઓની હાજરીમાં વૃદ્ધ દંપતીને પરત કરતા મરણ મૂડી પરત ફરી છે. તેનો અહેસાસ થતાં દંપતિની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા
હતા. અત્યાર સુધી અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં તેમજ લોકોની કીમતી ચીજ વસ્તુઓ પરત અપાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે.
પ્રશંસનીય કામઃ કોઈપણ ગુનાનો આરોપીને શોધવો હોય કે કોઈપણ વ્યક્તિ સરતચુક થી કે કોઈ વ્યક્તિ ચોરી કે છેતરપિંડીનો ભોગ બની હોય તેવા કિસ્સામાં પણ નેત્રમ શાખાએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે જેનું ઉદાહરણ આજે વૃદ્ધ દંપતીની મરણ મૂડી કહી શકાય તેવી 3 લાખ 50 હજાર રૂપિયાના રોકડ અને દાગીના પરત અપાવીને ફરી એક વખત સારી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.