- જૂનાગઢમાં બાટવા નજીક જાહેરમાં જુગાર રમતા 9 જુગારીયા ઝડપાયા
- પોલીસે દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી, હત્યાનો 1 આરોપી પણ ઝડપાયો
- જુગારીયા બાટવા નજીક આવેલા એક ખેતરમાં જુગાર રમતા હતા
જૂનાગઢઃ બાટવા નજીક એક ખેતરમાં કેટલાક જુગારિયાઓ જુગાર રમી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડી 9 જુગારીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે શીલમાંથી હત્યાના આરોપીની પણ ધરપકડ કરી હતી. એટલે કે એક સાથે પોલીસને બેવડી સફળતા મળી હતી. શરમા અને બાટવા નજીક પોલીસે દરોડા પાડી કરીને અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 10 આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો- ધરમપુર પોલીસે વાઘવડ ગામે જુગાર રમતા 5ને ઝડપી લીધા
પોલીસે રંગેહાથ જુગાર રમતા 9 આરોપીની ધરપકડ કરી
બાટવા નજીક આવેલા વાડી વિસ્તારમાં ખેતર માલિક દ્વારા અહીં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો હોવાની બાતમી મળતાં પોલીસે બાટવા નજીક આવેલા ખેતરમાં દરોડા પાડ્યા હતા. અહીંથી 9 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી અંદાજિત 2,00,000થી વધુની રોકડ રકમ સહિત કુલ 4,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો- વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા
પોલીસે શરમા ગામમાં થયેલી હત્યાનો પણ ભેદ ઉકેલ્યો
20 મેએ શીલ પોલીસમથક નીચે આવતા શરમા ગામમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો, જેની જાણ આ જ ગામના મુળુભાઈ વાઢિયા નામના વ્યક્તિએ પોલીસમાં જાણ કરીને સમગ્ર મામલા પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે પોલીસે સમગ્ર મામલામાં તપાસ કરતા પોલીસને જાણકારી આપનાર મુળુભાઈ વાઢિયા જ આ ગુનામાં સામેલ હોવાની માહિતી મળી હતી. પોલીસે આરોપી મુળુભાઈ વાઢિયાની પૂછપરછ કરતા આરોપીએ લક્ષ્મણભાઈ વાઢિયા નામના આધેડની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.