જૂનાગઢ: ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જો કે, હજી સુધી જૂનાગઢમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં જૂનાગઢવાસીઓ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરે તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા લોકો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનનો ભંગ કરનારા 300 કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ લોકડાઉનના મુક્તિના સમયમાં બિનજરૂરી આવરજવર કરતા અંદાજીત 1800 જેટલા ગુનાઓ એ, બી, સી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.