ETV Bharat / state

Junagadh News : ગઈકાલે રીક્ષામાં તણાયેલા ત્રણ મહિલાના મૃતદેહ મળી આવ્યા, વંથલી નજીક ડુંગરી ગામની ઘટના - કમોસમી વરસાદ

વંથલી અને માણાવદરમાં કમોસમી વરસાદે શ્રમિક પરિવારોમાં માતમનો માહોલ બનાવ્યો હતો. ગઇકાલે વરસેલા કમોસમી વરસાદને લઇ ડુંગરી ગામ નજીકના વોકળામાં અચાનક પાણી આવતાં છકડો રીક્ષા ફસાઇ હતી. જેમાં બેઠેલી ત્રણ મહિલાઓ પાણીમાં ખેંચાઇ જઇ મોતને ભેટી હતી.

Junagadh News : ગઈકાલે રીક્ષામાં તણાયેલા ત્રણ મહિલાના મૃતદેહ મળી આવ્યા, વંથલી નજીક ડુંગરી ગામની ઘટના

author img

By

Published : May 3, 2023, 4:18 PM IST

શ્રમિક પરિવારોમાં માતમનો માહોલ

જૂનાગઢ : ગઈકાલે વંથલી અને માણાવદર પંથકમાં કમોસમી વરસાદના કહેરમાં ત્રણ શ્રમિક મહિલાઓના મોત થયા છે. ગઈકાલે સાંજના સમયે વરસાદ પડતા અચાનક વોકળામાં આવેલા વરસાદી પાણીમાં છકડો રીક્ષા તણાઈ હતી. જેમાં ત્રણ શ્રમિક મહિલાઓના મૃતદેહ આજે સવારે મળી આવતા સમગ્ર પંથકમાં મારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

કમોસમી વરસાદે લીધો ત્રણ શ્રમિક મહિલાનો ભોગ : ગઈ કાલે સાંજના સમયે જૂનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલી તાલુકામાં બેથી લઈને ત્રણ ઇંચ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ડુંગરી ગામ નજીક આવેલા વોકળા માં શ્રમિક મહિલાઓને લઈ જતી છકડો રીક્ષા ફસાઈ હતી. રિક્ષામાં બેસેલી 13 મહિલાઓ પૈકી 10 મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહી હતી. પરંતુ અન્ય ત્રણ મહિલાઓ પોતાની જાતને બચાવવામાં નિષ્ફળ રહી અને આજે સવારે ત્રણ મહિલાના મૃતદેહો વોકળા નજીકથી મળી આવ્યા હતાં.

આ પણ વાંચો Unseasonal rain : જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન, સરકાર સર્વેની જાહેર ન કરતા ખેડૂતો મુંઝવણમાં

ઘેર પરત જઇ રહી હતી મહિલાઓ : કમોસમી વરસાદે ત્રણ શ્રમિક મહિલાઓનો ભોગ લેતાં વંથલી અને માણાવદર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે મહિલાઓ મજૂરી કામ કરીને તેમના ઘેર પરત જઈ રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આજે સવારે આ ત્રણેય મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતાં.

લાઠ ગામે જઇ રહી હતી 13 મહિલાઓ : ગઈ કાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વંથલી તાલુકાના ડુંગળી ગામમાં મજૂરી કામ અર્થે 13 જેટલી શ્રમિક મહિલાઓ ગઈ હતી ત્યારે અચાનક વરસાદનું વાતાવરણ થતા આ તમામ મહિલાઓ છકડો રીક્ષા મારફતે તેના વતન લાઠ ગામે જઈ રહી હતી ત્યારે વંથલી તાલુકાના ડુંગરી ગામ નજીકના વોકળામાં આવેલા વરસાદી પાણીમાં રીક્ષા ફસાઈ હતી જેમાંથી 10 મહિલાઓએ પોતાની જાતને હેમખેમ બહાર કાઢી હતી.

આ પણ વાંચો Unseasonal Rains :સૌરાષ્ટ્રમાં વૈશાખના તડકામાં અષાઢી માહોલનું સર્જન, સતત વરસાદથી ચિંતાનું ચકડોળ

પોસ્ટમોર્ટમ માટેની વિધિ શરૂ : જોકે પાણીમાં ફસાયેલી મહિલાઓમાંથી માતા પુત્રી અને અન્ય એક મહિલા નીકળી શક્યાં ન હતાં વરસાદી પાણીમાં તણાઈ હતી. ત્યારે 18 વર્ષની કિશોરીનો મૃતદેહ ગઈ કાલે ચુડવા ગામ નજીકથી મળી આવ્યો હતો. જ્યારે આજે સવારે વધુ બે મહિલાના મૃતદેહ ઘટના સ્થળ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર મામલાને લઈને માણાવદર મામલતદાર દ્વારા મૃતક મહિલાઓનો કબજો કરીને તેના પોસ્ટમોર્ટમ માટેની વિધિ શરૂ કરી છે. આમ કમોસમી વરસાદે ત્રણ મહિલાનો જીવ લીધો છે જેને લઈને જૂનાગઢ જિલ્લામાં પણ ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.