ETV Bharat / state

જૂનાગઢના એકમાત્ર અંડર બ્રિજમાંથી વહેતા ગટરના પાણી નરસિંહ મહેતાની પ્રતિકૃતિને કરે છે અપમાનિત

વીસ વર્ષ પહેલાં બનેલા અંડર બ્રિજને સુંદરતા બક્ષવા જે ચિત્રો ઉકેરવામાં આવ્યાં હતાં તે આજે જૂનાગઢ માટે શરમની વાત બની ગયાં છે. નરસિંહ મહેતા સહિતના શહેરના ઇતિહાસ સાથે સંકળાયેલા આ ચિત્રોની બદતર સ્થિતિને લઇ ભારે ચિંતા જતાવવામાં આવી છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 4:23 PM IST

જૂનાગઢના એકમાત્ર અંડર બ્રિજમાંથી વહેતા ગટરના પાણી નરસિંહ મહેતાની પ્રતિકૃતિને કરે છે અપમાનિત
જૂનાગઢના એકમાત્ર અંડર બ્રિજમાંથી વહેતા ગટરના પાણી નરસિંહ મહેતાની પ્રતિકૃતિને કરે છે અપમાનિત
જૂનાગઢ માટે શરમની વાત

જૂનાગઢ : જૂનાગઢ શહેરના ફાર્મસી વિસ્તારમાં બનેલો શહેરનો એકમાત્ર અંડર બ્રિજમાંથી વહેતા ગટરના ગંદા પાણી નરસિંહ મહેતાની પ્રતિકૃતિને દરરોજ અપમાનિત કરી રહ્યા છે. જેને લઇને જૂનાગઢના સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પણ આગામી દિવસોમાં નરસિંહ મહેતાની પ્રતિકૃતિનું અપમાન બંધ થાય અને અહીંથી વહેતા ગટરના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા થાય તે માટે કામ કરવા બાહેધરી આપી હતી.

નરસિંહ મહેતાની પ્રતિકૃતિ અપમાનિત : જૂનાગઢ શહેરના એકમાત્ર અને પહેલા અંડર બ્રિજમાં નરસિંહ મહેતા રાધા દામોદરજી દામોદર કુંડ જૂનાગઢના ઇતિહાસ સાથે સંકળાયેલા મજેવડી અને સરદાર પટેલ દરવાજાની પ્રતિકૃતિઓ ઉપસાવવામાં આવી છે. હવે આ પ્રતિકૃતિ જૂનાગઢ માટે ગળાની ફાંસ બની રહી છે. આજથી 20 વર્ષ પૂર્વે બનેલા અંડર બ્રિજમાં ચોમાસાનું અને ખાસ કરીને ગટરના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા કે નિકાલ નહીં થવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન અન્ડરબ્રિજમાંથી ગટરનું પાણી વહે છે. આ કારણે બ્રિજમાંથી પસાર થતા વાહનોના ટાયરો ગટરનું અને ખૂબ જ ગંદકીભર્યું પાણી નરસિંહ મહેતાની પ્રતિકૃતિની સાથે અન્ય ઉપસાવવામાં આવેલી પ્રતિકૃતિઓને પણ ખૂબ જ દૂષિત કરે છે. જેના કારણે ધર્મસ્થાનોની સાથે નરસિંહ મહેતાનું અપમાન થતું હોય તેવું બિલકુલ સ્પષ્ટ દેખાય છે.

અંડર બ્રિજની ડિઝાઇન ભૂલભરેલી : આજથી 20 વર્ષ કરતા પણ પૂર્વે બનેલો અને રેલવે સ્ટેશનથી એકદમ નજીક આવેલા આ અંડર બ્રિજ પરથી સોમનાથ રાજકોટ વચ્ચેની બ્રોડગેજ લાઈન પર પસાર થઈ રહી છે. ત્યારે વર્ષો પૂર્વે બનેલા આ બ્રિજની ડિઝાઇન ખાસ કરીને ચોમાસા અને ગટરના પાણીના નિકાલને લઈને ખૂબ જ ભૂલભરેલી જોવા મળે છે. ચોમાસા દરમિયાન વરસાદ પડવાથી સમગ્ર બ્રિજ વરસાદી પાણીમાં ડૂબી જાય છે ત્યાર બાદના સમયમાં અહીંથી પસાર થતી ગટરનું પાણી અંડર બ્રિજમાંથી પસાર થતુ જોવા મળે છે જેને કારણે ગંદકીની સાથે હવે નરસિંહ મહેતાની સાથે અન્ય ધાર્મિક પ્રતિકૃતિઓ પણ ગંદા અને ગટરના પાણીથી અપમાનિત થઈ રહી છે.

જૂનાગઢ મનપાનો પ્રતિભાવ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ નરસિંહ મહેતાની પ્રતિકૃતિ સહિત અન્ય ધાર્મિક પ્રતિકૃતિનું ગટર અને ગંદા પાણીથી અપમાન થયું છે તેનો સ્વીકાર કરે છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સમગ્ર મામલામાં ઘટતું કરવા તેમજ નરસિંહ મહેતાની પ્રતિકૃતિની પવિત્રતા જળવાઈ રહે તે દિશામાં કામ કરવા માટેની સૂચનાઓ પણ આપવા જઈ રહ્યા છે. નરસિંહ પ્રેમી એવા અમૃત દેસાઈ પણ નરસિંહ મહેતાની આ પ્રતિકૃતિને ગટરનું ગંદુ પાણી અપમાનિત અને પ્રદૂષિત કરી રહ્યું છે તેને લઈને પણ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે જૂનાગઢ મનપાના શાસકો અહીંથી નરસિંહ મહેતાની પ્રતિકૃતિને દૂર કરેે.

  1. Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા
  2. Junagadh News : જૂઓ માછલીઓની ક્યાં થઈ રહી છે બદલી, શા માટે કરાયું આવું આયોજન?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.