ETV Bharat / state

Junagadh News : ઉમલિંગ લા પાસ સર કરવા સાત બાઈક રાઈડર જૂનાગઢથી નીકળ્યાં, 65 વર્ષીય બાઇકર્સ વિશે જાણો - લેહ લદાખ વિસ્તાર

લેહ લદાખ વિસ્તારમાં આવેલી 19000 કરતા પણ વધુ ઊંચાઈ ધરાવતા ઉમલિંગ લા પાસ સર કરવા સાત બાઇક સવાર જૂનાગઢથી નીકળ્યાં છે. જેમાં 65 વર્ષના ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા નામના બાઈક સવારનો પણ સમાવેશ થાય છે.

Junagadh News : ઉમલિંગ લા પાસ સર કરવા સાત બાઈક રાઈડર જૂનાગઢથી નીકળ્યાં, 65 વર્ષીય બાઇકર્સ વિશે જાણો

author img

By

Published : May 20, 2023, 8:34 PM IST

સાહસિક પ્રવૃત્તિઓને વેગ મળે તેવો હેતુ

જૂનાગઢ : જૂનાગઢ અને રાજકોટના સાત બાઈક સવારો લેહ લદાખ વિસ્તારમાં આવેલી અને 19000 કરતા પણ વધારે ફૂટની ઊંચાઈ ધરાવતી ઉમલિગ લા પાસ પર 18 દિવસ બાઇક ચલાવીને સફળતાપૂર્વક પહાડીને સર કરવા માટે આજે નીકળી ચૂક્યાં છે. જેમાં 65 વર્ષના ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા નામના બાઈક સવારનો પણ સમાવેશ થાય છે.

ઊંચી પહાડી સર કરશે: સાતેય બાઈક સવારો સમગ્ર વિશ્વની સૌથી ઊંચાઈ ધરાવતી અને લેહ લદાખમાં આવેલી ઉમલિંગ લા પાસને સર કરવાનું મન બનાવીને નીકળ્યાં છે. જેમા કેટલાક બાઈક સવારો રાજકોટથી તેમની સાથે જોડાશે. વિશ્વના સૌથી ઊંચા લેહ લદાખના પહાડને આગામી 18 દિવસની બાઈક સવારી દરમિયાન અંદાજિત 5500 કરતાં પણ વધુ કિલોમીટરનું અંતર કાપીને ઉમલિગ લા પાસ પહોંચીને તેમની બાઇક યાત્રાને પૂર્ણ કરશે.

65 વર્ષના વયોવૃદ્ધ બાઈકર્સ: આજે ઉમલિંગ લા પાસને સર કરવા માટે નીકળેલી બાઈક સવારની ટીમમાં જૂનાગઢના 65 વર્ષના ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા પણ છે. તેમણે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જીવનમાં સાહસ કરવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અગાઉ તેઓ બદરી કેદાર ચારધામ ગંગોત્રી અને યમુનોત્રી યાત્રા પણ કરી ચૂક્યા છે તેમના માટે આ યાત્રા બિલકુલ સરળ છે.

આ પ્રકારની સાહજિક પ્રવૃત્તિને ઉત્તેજન આપતી યાત્રા કરવાથી કોઈ પણ વ્યક્તિનું મનોબળ ખૂબ જ વધે છે. જેને કારણે પાછલા ઘણા વર્ષોથી આ પ્રકારે બાઈક મારફતે પ્રવાસ કરી રહ્યા છીએ. પ્રથમ વખત તેઓ ઉમલિંગ લા પાસ પર જઈ રહ્યા છીએ... ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા (65 વર્ષીય બાઈક સવાર)

પર્વતીય વિસ્તારોનો રુટ: જૂનાગઢના બાઈકર્સે 5500 કરતાં વધુ કિલોમીટરની યાત્રામાં તમામ વ્યક્તિઓમાં સાહસિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટે તેઓ કરી રહ્યા છે સાહસિક પ્રવૃત્તિ વગર કોઈપણ વ્યક્તિનું જીવન પરિપૂર્ણ હોતું નથી માટે જીવનમાં સાહસિક પ્રવૃત્તિઓને વેગ મળે અને લોકો પણ સાહસિક પ્રવૃત્તિ પ્રત્યે વધુ આકર્ષિત થાય તે માટે તેઓ આ યાત્રામાં જઈ રહ્યા છે. 18 દિવસમાં આ યાત્રા દરમિયાન તમામ બાઈક સવારો વચ્ચે આવતા પર્વતીય વિસ્તારો ઝોઝીલા રોહતાંગ બારાલાચા અને લાચુગલા પાસમાંથી પસાર થઈને તેમના અંતિમ મુકામ ઉમલિંગ લા પાસ પર પહોંચશે.

  1. Himalayan Mountain : રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર
  2. ગુજરાતની નાની વયની પ્રથમ માઉન્ટ એવરેસ્ટ બેઝ સર કરનાર સામ્યા પંચાલ
  3. ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.