ETV Bharat / state

Junagadh News : જૂનાગઢના જૈન શ્રાવિકા સુશીલાબેન બન્યાં લોચ વિધિના પ્રથમ દ્રષ્ટાંત - જૈન શ્રાવિકા

જૈન ધર્મમાં ખૂબ જ આકરી અને મહાતપ તરીકે માનવામાં આવતી લોચ વિધિનો આજે ધાર્મિક પ્રસંગ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં આયોજિત થયો હતો. જેમાં 75 વર્ષના સુશીલાબેન શાહે મહાસતીજી સાથે લોચ વિધિ જૈન ધર્મની પરંપરા અનુસાર પૂર્ણ કરીને જૈન ધર્મમાં ખૂબ જ આગવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

Junagadh News : જૂનાગઢના જૈન શ્રાવિકા સુશીલાબેન બન્યા લોચ વિધિના પ્રથમ દ્રષ્ટાંત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 4:06 PM IST

લોચ વિધિ જૈન ધર્મની પરંપરા

જૂનાગઢ : જૈન ધર્મમાં લોચ વિધિને ખૂબ જ ધાર્મિક મહત્વની માનવામાં આવે છે ત્યારે જૂનાગઢના 75 વર્ષના સુશીલાબેન શાહ આજે 50 વર્ષ બાદ પ્રથમ વખત લોચ વિધિમાં શામેલ થઈને જૈન ધર્મની ધાર્મિક પરંપરા અનુસાર આજે લોચ વિધિ જૈન સાધ્વીજીઓની હાજરીમાં પૂર્ણ કરી હતી.

જૂનાગઢમાં યોજાઇ લોચ વિધિ : જૂનાગઢના ઈતિહાસમાં પાછલા 50 વર્ષ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં 20 વર્ષ પૂર્વે આ પ્રકારની લોચ વિધિમાં કોઈ મહિલાએ ધાર્મિક રીત રિવાજો સાથે ભાગ લઈને તેને પરિપૂર્ણ કરી હતી. ત્યારે આજે સુશીલાબેન શાહે જૂનાગઢના ઈતિહાસમાં 50 વર્ષ પૂર્વે થયેલી લોચ વિધિને આજે ફરી એક વખત જીવંત બનાવી હતી.

જૂનાગઢમાં 50 વર્ષ બાદ થઈ લોચ વિધિ
જૂનાગઢમાં 50 વર્ષ બાદ થઈ લોચ વિધિ

જૈન ધર્મમાં 12 તપનું મહત્વ : જૈન ધર્મમાં 12 તપનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. તે મુજબ છ આંતરિક અને છ બાહ્ય તપ કોઈ પણ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવે તો તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે આજે કાયાકલેશ તપ દ્વારા જૈન શ્રાવિકા સુશીલાબેન તેમના માથાના પ્રત્યેક વાળને ચૂંટીને આ તપને પરિપૂર્ણ કર્યુ હતું. જૈન સાધુ અને સાધ્વીઓ દ્વારા વર્ષમાં બે વખત આ પ્રકારનું લોચ તપ પૂર્ણ કરવામાં આવે છે. જૈન ધર્મમાં જે 12 તત્વોને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે તે પૈકીનું સર્વશ્રેષ્ઠ તપ એટલે લોચ તપને માનવામાં આવે છે. જૈન ધર્મમાં લોચ અને ભિક્ષાચરીને અહંકાર તોડનાર અથવા તો અહંકારને ઉતારવાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. જેથી લોચ તપને જૈન ધર્મમાં ખૂબ જ ધાર્મિક મહત્વ પણ આપવામાં આવ્યું છે.

જૈન ધર્મનું મહત્વ સાધકની સાધના સાથે જોવામાં આવે છે. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા કોઈ પણ મહાતપમાં જોડાઈ શકે છે. આજના લોચ મહાતપમાં માથા પર રાખ લગાવીને પ્રત્યેક વાળને ચૂંટવાની ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી છે. આજની લોચ વિધિ ત્રણ કલાક સુધી સતત જોવા મળી હતી. જેમાં શ્રાવક અને શ્રાવીકાઓએ પણ તેમનું અનુમોદન આપીને તેને પૂર્ણ કરી હતી...મહાસતીજી અજીતાબાઇ

સુશીલાબેને આપ્યો પ્રતિભાવ : આજે લોચ વિધિ કરાવનાર સુશીલાબેન શાહે ઇ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ પાછલા ઘણા વર્ષથી મહાતપ કરવાને લઈને વિચારી રહ્યા હતાં. પરંતુ જૂનાગઢ આવેલા નમ્રમુનિ મહારાજ સાહેબની કૃપા અને તેમના આશીર્વાદથી તેઓ લોચ વિધિ કરાવવા માટે આગળ આવ્યા અને આજે ખૂબ જ ધાર્મિક વાતાવરણ સાથે જૈન સમાજમાં સૌથી મહત્વના તપ તરીકે જેની ઓળખ થાય છે તેવા કાયાકલેશ તપ અન્વયે લોચ વિધિ પૂર્ણ કરવાનું આજે તેમને અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. જેથી તેઓ ખૂબ ખુશીની ક્ષણો સાથે મહાતપ મહાસતીજીને હાજરીમાં પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરે છે.

  1. Junagadh News: 9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું
  2. અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર
  3. હિન્દુ માતા-પુત્રીએ જૈન ધર્મના પર્યુષણમાં રાખ્યું કઠોર તપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.