ETV Bharat / state

Junagadh News : રામ રાખે તેને કોણ ચાખે, ચાર વ્યક્તિના જીવ લેનાર કાટમાળમાંથી જીવતી બિલાડી બહાર આવી

ગઇકાલે જૂનાગઢના કડિયાવાડમાં મકાન પડી ગયું જેમાં ચાર વ્યક્તિના મોત થયાં. આ બનાવમાં કુદરતના ચમત્કાર સમાન કહી શકાય કે તેમાંથી ભાડુઆતની બિલાડી જીવતી બહાર આવી હતી. ચાર વ્યક્તિના ભોગ લેનાર કાટમાળથી બિલાડીને સહેજ પણ ઈજા ન પહોંચાડી તેને કુદરતના ચમત્કાર સમાન માનવામાં આવે છે.

Junagadh News : રામ રાખે તેને કોણ ચાખે, ચાર વ્યક્તિના જીવ લેનાર કાટમાળમાંથી જીવતી બિલાડી બહાર આવી
Junagadh News : રામ રાખે તેને કોણ ચાખે, ચાર વ્યક્તિના જીવ લેનાર કાટમાળમાંથી જીવતી બિલાડી બહાર આવી
author img

By

Published : Jul 25, 2023, 8:43 PM IST

માલમ પરિવારમાં બે બે ચમત્કાર, દીકરી અને બિલાડી બેય બચ્યાં

જૂનાગઢ : ગઈકાલે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલા અચાનક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર નિર્દોષ વ્યક્તિઓ મકાનના કાટમાળ નીચે દબાઈ જતા તેનું મોત થયું હતું. પરંતુ કાટમાળ ખસેડતા કુદરતના ચમત્કાર સમાન મકાનમાં ભાડે રહેતા ભાડુઆતની પાલતુ બિલાડી બિલકુલ કોઈ પણ પ્રકારની ઈજા થયા વગર જીવતી મળી આવી હતી. પાંચ કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલા કાટમાળ હટાવવાના ઓપરેશન દરમિયાન બિલાડી જીવતી મળી આવતા તેને સૌ કોઈ કુદરતનો ચમત્કાર માની રહ્યા છે.

કાટમાળ બિલાડીને ઇજા ન પહોંચાડી શક્યો : ગઈકાલે જે મકાન ધરાશાયી થયું હતું તેમાં ચાર વ્યક્તિના મોત થયા હતા. જેમાં ભાડે રહેતા કમલેશભાઈ માલમનો પરિવાર કુદરતી ચમત્કારનો બીજો કિસ્સો જોવા મળે છે. પરિવાર શાકભાજીના છૂટક વેપાર સાથે જોડાયેલો છે. ઘરના તમામ સભ્યો શાકમાર્કેટમાં હાજર હતા. આવા સમયે શાકભાજી વેચનાર કમલેશભાઈની દીકરી તેના ઘરમાં જઈ રહી હતી. પરંતુ અચાનક શ્વાને તેનો રસ્તો આંતર્યો હતો. ઇશિકા તેને બિસ્કીટ ખવડાવવા માટે નજીકની દુકાનમાં પહોંચી ત્યાં મકાન ધડાકા સાથે તૂટી પડ્યું. શ્વાને ઈશિકાનો રસ્તો ન રોક્યો હોત તો કદાચ આજે મૃતકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

બપોરના સમયે શાકમાર્કેટમાં હતા આવા સમયે દીકરી ઘરમાં જઈ રહી હતી. પરંતુ તેનો શ્વાને માર્ગ રોક્યો અને તે શ્વાનને બિસ્કીટ ખવડાવવા માટે રોકાઈ. આટલા જ સમયમાં મકાન ધડાકા તૂટીને કાટમાળમાં પરિવર્તિત થઈ ગયું. જેમાં તેની નજર સામે ચાની લારી પર કામ કરતા વ્યક્તિને દબાતા તેમણે જોયા હતા. ત્યારબાદ તેઓ બેશુદ્ધ અવસ્થામાં સરી પડ્યા હતા. પરંતુ નજર સમક્ષ જે અકસ્માત જોયો છે તેની યાદ કરીને આંખો ભીની થઇ જાય છે...મંજુબેન માલમ(પ્રત્યક્ષદર્શી)

ઇશિકા માલમે ઘટનાને વર્ણવી : સહેજમાં અકસ્માતનો ભોગ બનતા બચેલી ઈશિતા માલમે સમગ્ર ઘટનાને ઈટીવી ભારત સાથે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે તે ઘરમાં જઈ રહી હતી પરંતુ અચાનક શ્વાને તેનો માર્ગ રોક્યો અને તે તેના નિત્યક્રમ મુજબ શ્વાનને બિસ્કીટ ખવડાવવા માટે ઘરથી સહેજ દૂર પહોંચી આટલા સમયમાં મકાન કાટમાળમાં પરિવર્તિત થઈ ગયું. જો શ્વાને તેનો રસ્તો ન રોક્યો હોત તો આજે મૃતકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોત કુદરતી સંકેત અને ચમત્કાર સમાન ચાર જીવોની જિંદગીને છીનવી લેનાર મકાનનો કાટમાળ બિલાડીને તસુભાર ઇજા ન થવા દે તેમજ શ્વાને આડા ફરીને યુક્તિને મકાનથી દૂર રાખી કુદરતના આ બે ચમત્કાર ગઈકાલે અકસ્માતમાં જીવ ગુમાવેલા ચાર હતભાગીઓની વચ્ચે સૌ કોઈની નજર ખેંચી રહ્યા છે.

  1. Junagadh Building Collapse: જૂનાગઢમાં 3 માળનું મકાન ધરાશાયી થતા, એકજ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના નિપજ્યા મોત
  2. Junagadh Rain: પાણી ઓસર્યા પછીની પરેશાની, કિચડને કારણે ઘરમાં જ 'અગ્નિપરીક્ષા'
  3. Ahmedabad News : અમદાવાદ શહેરમાં ત્રણ માળનું હેરિટેજ મકાન ધરાશાયી, 9 લોકોનો બચાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.