ETV Bharat / state

Women's Day : મુશ્કેલીમાં માર્ગ બતાવે માતા, ત્રણેય પુત્રીઓએ ઘરમાં બનાવ્યુ માતાનું મંદિર - happy rashtriya mahila diwas

જૂનાગઢની જોશી પરિવારની ત્રણ બહેનોએ પોતાની માતાનું મંદિર ઘરમાં બનાવ્યું છે. માતાને પોતાના ઘરમાં મૂર્તિવત કરી, ઋણ ચૂકવવાની સાથે મહિલાની પરિવારમાં કેટલી હદે જરુરિયાત હોય તે દ્રષ્ટાંત આપ્યું છે. આ ઉપરાંત પુત્રીઓનું માનવું છે કે માતાની પ્રતિમા હંમેશા સાથે રહેવાનો અહેસાસ કરાવે છે.

Women Day : મુશ્કેલીમાં માર્ગ બતાવે માતા, ત્રણેય પુત્રીઓએ ઘરમાં બનાવ્યુ માતાનું મંદિર

author img

By

Published : Mar 4, 2023, 12:36 PM IST

Updated : Mar 4, 2023, 4:12 PM IST

માતાની યાદમાં ત્રણેય પુત્રીઓએ ઘરમાં બનાવ્યુ માતાનું મંદિર, મહિલા દિવસે આપી સૌને શુભકામના

જૂનાગઢ : જૂનાગઢનો જોશી પરિવાર આજથી દોઢ વર્ષ પૂર્વે ઘરમાં માતાની હયાતીથી એકદમ ખુશીના દિવસો પસાર કરતા હતા. અચાનક એક દિવસ ઘરના મોભી અને ત્રણ દીકરીઓની માતા હીરાબેનનું અવસાન થયું. માતાના અવસાનને ખૂબ જ આઘાત જનક ત્રણેય દીકરીઓ માટે મનાતું હતું, પરંતુ માતાના અવસાન બાદ તેમની હાજરી સતત ઘરમાં જોવા મળે તેને લઈને હીરાબેનની ત્રણેય પુત્રીઓ શીતલ, જાનવી અને કલ્પનાએ તેમની માતા હીરાબેનની મૂર્તિ ઘરમાં પ્રસ્થાપિત કરી હતી. માતાના મૃત્યુ બાદ પણ આજે તેમની નજર સામે માતાની હાજરી એક અનોખું પ્રેરણા બળ પૂરું પાડે છે. આ ત્રણેય મહિલાઓ ઘર સમાજ અને સંસ્કૃતિમાં મહિલા તરીકે માતાનું સ્થાન કેટલું મહત્વનું છે. તેનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

પરીવાર
પરીવાર

આ પણ વાંચો : INTERNATIONAL WOMENS DAY: ભારતીય રાજનીતિની સૌથી સફળ મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

પ્રતિમા માતાનો અહેસાસ કરાવે : હીરાબેનના અવસાન બાદ તેમની હાજરી સતત ઘરમાં જોવા મળે અને તેમના અહેસાસથી જીવન જીવવાની પ્રેરણા સતત મળતી રહે તે માટે ત્રણેય સંતાનોએ ઘરમાં માતાની પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું. આજે હીરાબેનની હયાતી ન હોવા છતાં પણ તેઓ આત્માના બંધન સાથે પ્રતિમાના રૂપે જોશી પરિવાર સાથે જોડાયેલા જોવા મળે છે. આજે પણ બે વર્ષ પૂર્વેના તમામ સ્મરણો જાણે કે ફરી એક વખત પુનઃજીવીત થઈ રહ્યા હોય તે પ્રકારે ઘરની તમામ દૈનિક ક્રિયાઓમાં માતાની અહેસાસના રૂપે પ્રતિમા સ્વરૂપે સતત હાજરી ત્રણેય પુત્રીઓને એક નવું પ્રેરણા બળ પૂરું પાડે છે. સવારના નાસ્તાથી લઈને સાંજના જમવા સુધીની તમામ દૈનિક ક્રિયાઓ આજે પણ બે વર્ષ પૂર્વે જે પ્રકારે ચાલતી હતી. તેજ પ્રકારે આજે પણ ઘરમાં જોવા મળે છે.

માતાની પ્રતિમા
માતાની પ્રતિમા

આ પણ વાંચો : International Women's Day: બનાસ ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરાયું

મુશ્કેલીના સમયમાં માર્ગ બતાવે છે માતા : સંતાનો રૂપી ત્રણેય પુત્રીઓ આજે પણ કોઈપણ મુશ્કેલ સ્થિતિ કે સમયમાં ઘરમાં માતાની પ્રતિમા સાથે સમસ્યા વ્યક્ત કરે છે. તેની સામે સમસ્યાનું સમાધાન પણ થતું જોવા મળે છે. ઘરમાં કોઈપણ કાર્ય કરવાને લઈને પણ આજે માતાની અનુમતિ લેવામાં આવી રહી છે. આનાથી મોટું મહિલા તરીકે કોઈ સન્માન ન હોઈ શકે માતાને મૂર્તિ તરીકે ઘરમાં પ્રસ્થાપિત કરવા અને ત્યારબાદ તમામ કામોને લઈને માતાની પૂર્વ મંજૂરી લેવી એ આપણા સમાજમાં મહિલા તરીકે માતાનું શું સ્થાન છે. તે દૃષ્ટિવંત કરે છે, ત્યારે ત્રણેય પુત્રીઓ મહિલા દિવસ નિમિત્તે પ્રત્યેક સંતાનોને તેમના માતા પિતાની ખૂબ જ કાળજી અને દેખભાળ રાખવાની વિનંતી પણ કરી રહી છે.

Last Updated : Mar 4, 2023, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.